અંબાજી નાં જાહેર સ્થળો પર લગાવાયેલા ભાજપના ઝંડા ને લઇ અંબાજીમાં રાજકારણ ગરમાયું કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર પર કર્યા આક્ષેપ…

123 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે હતા ત્યાંરે અંબાજી માં અંબે ના દર્શન કરવા આવ્યા હતા ત્યારે ભાજપ દ્વારા સી.આર.પાટીલ નું સ્વાગત કરવા માટે અંબાજીના વિવિધ જાહેર સ્થળો પર ભાજપના ઝંડા અને હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા હતા ત્યારે સી.આર.પાટીલ ને ગયા ને  પણ મહિનો થવા આવ્યો છે તેમ છતાં ભાજપ કે પછી પ્રશાસન દ્વારા અહીં જાહેરસ્થળ પર લગાવેલા ઝંડાઓ હજી સુધી ઉતારવામાં નથી આવ્યા ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ ઝંડાઓને લઇ અંબાજી નું રાજકારણ ગરમાયુ છેઅંબાજી કોંગ્રેસના કદાવર નેતા તુલસીભાઈ જોષી એ પણ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે ભાજપ સરકારે યાત્રાધામો ને પોતાની જાગીર સમજી બેઠી હોય તેવું લાગી રહ્યું છે ભાજપ સરકારે જાહેર સ્થળોને પોતાની પાર્ટીના પ્રચાર કરવાનો જરિયો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે ભાજપ સરકાર પોતાની કુટનીતિ અપનાવાઈ રહી છે ભાજપ સરકાર ના કોઈપણ નેતા યાત્રાધામ અંબાજી ખાતે આવે છે તો તેમને વી.આઈ.પી એન્ટ્રી આપવામાં આવે છે જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્યો હોય તેમને સામાન્ય માણસની જેમ શક્તિદ્રાર થી લાઇનમાં દર્શન કરવા દેવામાં આવે છે ત્યારે કોંગ્રેસ અંબાજી ની કદાવર મહિલા નેતા જયાબેન ગઢવી એ પણ ભાજપ પર આક્ષેપ કર્યા હતા અને જયાબેન ગઢવી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ તો જનતાની સાથે રહીને જનતાની આવાજ બની સરકાર સુધી પહોંચાડતી રહી છે ત્યારે ભાજપે પોતાની કુટનીતિ અપનાવી છે તેવું લાગી રહ્યું છે ભાજપ સરકારે રાજાસાહી સરકાર સમજી બેઠી છે ચોક્કસપણે ભાજપના નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓએ સમજવાની જરૂર છે કે સરકાર કાયમી કોઇ ની રહેતી નથી સરકાર સમયસર બદલાઈ જતી હોય છેત્યારે હું તંત્રને અને ભાજપ સરકારને કહેવા માંગું છું કે આ ઝંડાને યાત્રાધામ અંબાજી ના વિવિધ જાહેર સ્થળો પર થી ઉતારી દેવા જોઈએ હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરાયા છે તો શું હવે તંત્ર દ્વારા આ અંબાજી માં લગાવાયેલા ભાજપ ના ઝંડાઓ જાહેર સ્થળો પર થી ઉતારવા માં આવશે કે પછી જેશે ચલતે વેશે ચલનેદો કી નીતિ અપનાવવા માં આવશે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *