ગુજરાતમાં ચોમાસાની વિદાય અંગે અંબાલાલ પટેલે કરી આગાહી

497 Views

દેશના હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર ઉત્તર ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે દેશમાં મુશળધાર અને અતિ વરસાદ પડ્યો છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તા.30થી 8 ઑક્ટોબર સુધી ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વરસાદ ઉપરાંત અંબાલાલ પટેલે અન્ય સાત મુદ્દાઓ પર મોટી આગાહી વ્યક્ત કરી છે.

જેમાં શિયાળું પાક, તડકો, પાક તથા પવન અંગેની જાણકારી આપી છે. વરસાદની સાથોસાથ ખેડૂતોને ક્યા પાકમાં લાભ થશે, ક્યા પાકમાં ઈયળનો ત્રાસ સહન કરવો પડશે? આ અંગે તેમણે મુદ્દાસર આગાહી કરી છે. બીજી તરફ રાજ્યમાં તા.30 ઑક્ટોબરથી 8 નવેમ્બર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ અંગેની પૂરી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આ વખતે ચોમાસું મોડેથી વિદાય લઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં પણ હજુ કેટલાક સ્થાને ભારે વરસાદના રિપોર્ટ છે. હવામાન વિભાગ પણ આ અંગે આગાહી વ્યક્ત કરી ચૂક્યું છે.

જોકે, રાજ્યમાં વધી રહેતા તાપને લઈને જાણે ફરી ઉનાળો આવ્યો હોય એવું હવામાન છે. માત્ર વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, કપાસના પાકમાં નુકસાન થવાની શકયતાઓ છે. જ્યારે શિયાળું પાક ખેડૂતો માટે સારા રહેશે. ઑક્ટોબર મહિનામાં ખૂબ જ તાપ પડી શકે છે. ઑક્ટોબરમાં વરસાદ પણ પડશે. દરિયા કિનારા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની પૂરી શક્યતાઓ છે. ચોમાસું હજું જતા થોડો સમય થશે. એટલે વરસાદી છાંટણા જોવા મળશે.બીજી તરફ રાજ્ય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થાય એવું લાગે છે. જેના કારણે રાજ્યના અમદાવાદ, વડોદરા તથા મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે, રાજ્યમાં વધુ માત્રામાં વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. દેશમાં ભારે વરસાદને કારણે બીજા રાજ્યમાંથી આવતા શાકભાજી તેમજ ફળફળાદીની આવક એકાએક ઘટી ગઈ છે. જેના કારણે અમુક કોમોડિટીમાં સીધો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *