દાહોદ ફતેપુરા વડવાસ ગામે પ્રાચીન નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાયું.

151 Views
  • ફતેપુરાના વડવાસ ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાયું.
  • વર્ષ જૂનું શિવ મંદિર જર્જરિત હાલતમાં હતું.

દાહોદ – ફતેપુરા તા. 30 – ફતેપુરા નગરથી બે કિલોમીટર દૂર આવેલું વર્ષો જુનું પ્રાચિન નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. વર્ષો જુનું પ્રાચિન ઢબથી બનાવેલ શિવ મંદિર જર્જરિત થઈ ગયું છે. ફતેપુરા નગરના આગેવાનો દ્વારા મંદિરનું જીર્ણોદ્દાર કામ શરૂ કરવામાં આવ્યું છે.

ફતેપુરા નગરની વલઈ નદીના કિનારે આવેલો અતિ પ્રાચીન મંદિરનું જીર્ણોદ્દારનું કામ શરૂ થતાં ફતેપુરા નગરના તથ આજુબાજુના ધાર્મિક ભક્તોને ફરવા માટે તેમજ દર્શન કરવા રમણીય સ્થળ હોવાથી જીર્ણોદ્ધારની તાતી જરૂર હતી. લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખી ફતેપુરાના નગરના શરદભાઈ ઉપાધ્યાય, ભાવેશભાઈ પટેલ, હેમંતભાઈ પ્રજાવતિ, કપિલભાઈ નાહાર, રાજુભાઈ શાહ અને સંજયભાઈ શાહ ભેગાથઈને જીર્ણોદ્ધારનું કામ ઝડપભેર શરૂ કર્યુ છે. આ કામગીરીને જોતા નગરના આસપાસના ધાર્મિક શ્રદ્ધા ધરાવતા લોકો દાતાઓનો આભાર માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *