DAHOD – ફતેપુરામાં સરદાર પટેલની પ્રતિમાની સાફ સફાઈ રાખવા માટે સ્થાનિક સત્તાધીશોની ઉદાસીનતા

134 Views
  • ફતેપુરામાં સરદાર પટેલની પ્રતિમા નજીક ગંદકી અને કચરના ઢગલે ઢગલા જોવા છે.

  • કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયના સત્તાધીશોની ઉદાસીનતા

દાહોદ – ફતેપુરા – ફતેપુરા તાલુકા મુખ્ય મથક આવેલું છે. નગરમા પોલીસ સ્ટેશન રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવામાં આવેલ છે. આ પ્રતિમાની ચારે બાજુ સાફ સફાઈનો અભાવ જોઈ શકાય છે. ગંદકી અને કચરાના ઢગલાઓ થઈ ગયા છે. સરદાર પટેલની પ્રતિમાને ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની સાફ-સફાઈ કે જાણવણી કરવામાં આવતી નથી. ઉપરોક્ત તસ્વીરમાં જોઈ શક્યા છે કે કોઈપણ પ્રકારની સાફસફાઈ થતી નથી. સરદાર પટેલ જયંતિ નિમિત્તે પ્રતિમાને સાફ-સફાઈ કરીને ફૂલહાર પહેરાવી પોતપોતાના ફોટાઓ પાડીને સંતોષ માનવામાં આવે છે. જ્યારે તે દિવસ પછી પૂરા વર્ષ દરમ્યાન કોઈપણ પ્રકારની સારસંભાળ લેવાતી નથી.

       આવા સ્મારકો કે પ્રતિમાની રખરખાવ માટે સ્થાનિક સંસ્થાઓની જવાબદારી હોય છે. પરંતુ આ ફતેપુરા તાલુકાના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની સાફસફાઈ માટે ધ્યાન આપતું ન હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ શનિવારના રોજ હાઠ બજાર ભરાય છે તેમાં વેપારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ઓટલા પર બેઢીને વેપાર કરતા નજરે આવ્યા છે. ગ્રામ પંચાયતના સત્તાધીનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ચારેય બાજુ પડેલ કચરો અને ગંદી કાયમ માટે સાફ-સફાઈ થાય તેવી લોકોની માંગણી છે.

       આમ નગરમાં પ્રચાર પ્રસાર માટે સ્વચ્છતા અભિયાના પોસ્ટરો લગાડવામાં પાછા ફરતા નથી. પરંતુ આ સરદાર પટેલની પ્રતિમા પાસે સ્વચ્છતા રાખવાની બેદરકારી નજરે આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *