Gandhinagar – ગુજકેટ-૨૦૨૦ પરીક્ષા બાદ OMR Copy અંગે… અખબાર યાદી

1,491 Views

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા GUJCET-2020 પરીક્ષાના તમામ ઉમેદવારો/વાલીઓ તથા સંબંધીત આચાર્યશ્રીઓને જણઆવવાનું કે, ગુજકેટ-2020 પરીક્ષાનું પરિણામ તારીખ 5/9/2020ના રોજ જાહેર કરવામાં આવેલું હતું. પરિણામ બાદ OMR COPYની નકલ મેળવવા માટેની અરજીઓ ONLINE માધ્યમથી સ્વીકારવામાં આવેલ હતી. ગુજકેટ-2020 પરીક્ષા OMR COPY ની નકલ અને ચકાસણી માટેનો રીપોર્ટ ONLINE માધ્યમથી બોર્ડની વેબસાઈ www.gseb.org અથવા gujcet.gseb.org પર 30/9/2020 થી 10/10/2020ના રોડ સાંજે 17.00 કલાક સુધી ONLINE Download કરી શકાશે. OMR COPY મેળવવા આપના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગત (Seat Number, Mobile Number અને પાસવર્ડ)નો ઉપયોગ કરી લોગીન કરવાનું રહેશે અને OMR ની નકલ તથા ચકાસણી માટેનો રીપોર્ટ ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે.

       OMR COPY મેળવવાની અરજીઓ સંદર્ભે OMR COPY અને રીપોર્ટ ફક્ત ઓનલાઈન માધ્યમથી આપવામાં આવેલ હોઈ સમયમર્યાદામાં Download કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *