200 Views

2 ઓક્ટોબર ગાંધી જયંતી એટલે સ્વચ્છતા દિવસ તરીકે પણ ઓળખાતો હોય છે ત્યારે આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની જેને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સફાઈ કામ માટે ટેન્ડર અપાયેલું છે ત્યારે આ સફાઈ કંપનીના મેનેજર અને સુપરવાઇઝરો એ આજ ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી મેસેજ પોહચાડવા માં આવ્યો હતો સફાઈ કંપનીના મેનેજર સહિત સુપરવાઇઝરો એ શક્તિદ્વાર થી લઈ ડી.કે સર્કલ સુધી સફાઈ કરી અને આજના દિવસે લોકો ને એક મેસેજ  આપ્યો હતો કે ગાંધી બાપુ નુ સપનુ હતું કે આપણું ભારત સ્વચ્છ ભારત ત્યારે આપ સૌએ ગાંધી બાપુ ના સપના ને પૂરું કરવા સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ અને આપણું ગામ સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરવા જોઈએ આપણું ગામ સ્વચ્છ રહેશે તો આપણે કોઈ બીમારીના શિકાર પણ નહીં બનીએ એ જ રીતે સૌએ સ્વચ્છતા અભિયાન માં જોડાવું જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઇએ તેવી મેનેજર શ્રી મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે આ સફાઈ અભિયાનમાં અંબાજી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના મેનેજર અલ્પેશ ગોહિલ સહિત તમામ સુપરવાઇઝરો જોડાયા હતા અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને સ્વચ્છતા દિવસ નિમિત્તે સફાઈ અભિયાન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *