ગુજરાતમાં દારૂબંધી નહીં હટે, નશાબંધી માટે સરકાર કટિબદ્ધ: પ્રદીપસિંહ જાડેજાનો આદેશ

355 Views

ગુજરાતમાં દારૂબંધીને લઇ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેણણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી નહીં હટે, નશાબંધી માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દારૂબંધી હટાવવાની માંગ ઉઠી હતી. જો કે આ મામલે પ્રદીપસિંહ જાડેજા કહ્યું દારૂબંધી નહીં હટે..

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ મીડિયા પર દારૂબંધી હટાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આવામાં ગાંધી જયંતી નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.

વધુમાં જાડેજાએ કોઈનું નામ લીધા વગર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને ગુજરાતનો વિકાસ થાય એવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બદીને કારણે રાજ્યમાં કેટલાંયે પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. પરંતુ મારી તમામ નાગરિકો અને સરકાર બહેનોના ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટીબદ્ધ છે.

દારૂબંધીને હટાવવા મેદાને આવ્યા બાપુ

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આક્રમક તેવર બતાવી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાના પક્ષમાં છે. દારૂબંધીની છૂટ આપવા શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે, શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *