આ વ્યક્તિએ ઉંચા વૃક્ષ પર ચઢીને જે પરાક્રમ કર્યું તે જોઈને તમે પણ કહેશો…એસા કૌન કરતા હૈ ભાઈ

728 Views

દુનિયામાં ઘણા લોકો કઈક નવીન કરવા માગતા હોય છે અને આવું કરવામાં ક્યારેક મોટી ભૂલ પણ કરી બેસતા હોય છે. દુનિયાને કઈક નવુ બતાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા લોકો અચકાતા નથી હોતા. આપણાંમાં એક કહેવત છે કે જે ડાળ પર બેઠા હોય તે ન કપાય. પરંતુ આજે અમે જે વ્યક્તિની વાત કરવાના છીએ તેમણે કઈક આવું જ કર્યું. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે બેવકૂફી કરી પોતાના પગ પર જ કુહાડો મારતા હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ એક શખ્સ ઝાડ પર બેઠેલ પોતાની જ ડાળીને કાપતો જોવા મળી રહ્યા છે. તેને જોઈને દુનિયા હેરાન છે કે, લોકો આવુ પણ કેવી રીતે કરી શકે છે.

image source

જે ડાળ પર બેઠો હતો તે જ ડાળ કાપી

આ ઝાડ કંઈ જેવુ-તેવુ નહી, પર તાડનું ઝાડ હતુ. જે ખૂબ જ ઉંચુ હોય છે. વીડિયોની શરૂઆતમાં જ આ શખ્સ ઝાડની ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યા છો. ફરીથી તે જ ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યા છે. ફરીથી આ ડાળને કાપવા લાગે છે, જેના પર તે બેઠો છે. આ પ્રકારની બેવકૂફીનો વીડિયો જેમણે પણ જોયો તે હેરાન રહી ગયા હતા.

image source

આ વીડિયો જોયા બાદ લોકો હસવાનું રોકી ન શક્યા

આ વીડિયો જોયા બાદ લોકો પોતાની હસી રોકી શક્યા ન હતા. બીજી તરફ આ વ્યક્તિએ કરેલી મુર્ખાઈના પણ લોકો દાંત કાઢતા હતા. નશીબ જોગે આ શખ્સ કોઈ પણ પ્રકારે ઝાડની ડાળી સાથે ચીપકીને બચી ગયો હતો. લોકોએ આ વીડિયો પર જબરદસ્ત કમેન્ટ્સ પણ આપ્યા હતા. આ વીડિયોને 4.2 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે.

 

લોકોએ આ વ્યક્તિના ગાંડપણની ટીખળી કરી હતી. તેમના મતે જો તેમના હાથ ઝાડ પરથી છુટી ગયા હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત. પરંતુ તેમના નશીબ સારા હતા કે આવું કઈ બન્યું નહી અને તે સહિ સલામત રીતે પાછો નીચે ઉતરી ગયો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *