કોરોનાને કારણે થતાં મોતના આંકમાં ભારત સૌથી આગળ, દૈનિક મોતનો આંક હચમચાવી દેશે

1,868 Views

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. ગત 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોના (Coronavirus)ના 81 હજાર 484 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 1095 લોકોનાં મોત થયા છે. ગત 24 કલાકમાં આવેલા નવા કેસો બાદ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 63 લાખ 94 હજાર 69 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી મરનારો લોકોનો આંક 99 હજાર 773એ પહોંચી ગયો છે. વિશ્વની સરખામણીએ હવે કોરોનાના આ આંકડા એટલા માટે પણ ડરાવે છે કારણ કે ભારત (India)માં હવે કોરોનાના સંક્રમણથી થનારા મોત સૌથી વધુ થઈ રહ્યા છે.

image source

દરરોજ ભારતમાં સરેરાશ 1100 લોકો પોતાના જીવ ગુમાવે છે. ભારતમાં આ ગ્રાફ જેટલો ઝડપથી વધી રહ્યો છે કે જ્યારે અમેરિકા (America) અને બ્રાઝીલ (Brazil) જેવા દેશોમાં આંકડા ઘટી રહ્યો છે. અહીં સરેરાશ 800 દર્દીઓના મોત નોંધાઈ રહ્યા છે. જ્યારે ભારતમાં આ આંક ઘણો વધારે છે. આ રીતે કહી શકાય કે ભારતમાં કોરોનાનો ડેથ રેટ વધી રહ્યો છે. સંક્રમિત દર્દીઓનો આંક પણ ચોંકાવનારો રહ્યો છે.

દુનિયામાં એક દિવસમાં થાય છે આટલા મોત

image source

છેલ્લા 24 કલાકમાં દુનિયામાં રેકોર્ડ 8826 લોકોનાં મોત થયા છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધુ 17 એપ્રિલે 8513 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડા આર્જેન્ટિનામાં મોતની સંખ્યા વધવાના કારણે વધ્યા છે.

મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે સૌથી વધુ કેસ

image source

ભારતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની જોવા મળે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 14 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 16.476 દર્દીઓનાં મોત થયા છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશનો નંબર આવે છે. આંધ્રમાં 7,00,235 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે 6751 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં 6 લાખ 11 હજાર 837 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 10,070 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. તમિલનાડુમાં અત્યાર સુધી 5688 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 6 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

image source

દુનિયાભરમાં કોરોનાના ગ્રાફ પર નજર કરીએ તો અત્યાર સુધી 3 કરોડ 44 લાખ 81 હજાર 663 દર્દી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે દુનિયાભરમાં અત્યાર સુધી 10 લાખ 27 હજાર 653 દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 2 લાખ 12 હજાર 660 લોકોએ હજુ સુધી કોરોના મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બ્રાઝીલમાં 1 લાખ 44 હજાર 767 દર્દીનાં મોત કોરોનાના કારણે થયા છે. ભારતમાં આ આંકડો જે ઝડપથી વધી રહ્યો છે તેને જોયા બાદ લાગે છે કે કાલ સુધીમાં આ આંકડો એક લાખને પાર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *