સુશાંતના કેસમાં આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, AIIMSની પેનલે સીબીઆઈને સોંપ્યો ફાઈનલ રિપોર્ટ અને…

2,493 Views

સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂનએ થયું હતું ત્યારથી અત્યાર સુધીમાં તેના મોતને લઈને અલગ અલગ અટકળો ચાલી રહી છે. આ કેસની તપાસ પણ નેપોટિઝમથી લઈ ડ્રગ્સ સુધી પહોંચી ચુકી છે ત્યારે આ મામલે સૌથી મોટો ખુલાસો હવે થઈ ચુક્યો છે. આજે એઈમ્સપની ટીમે સુશાંતના મોત મામલે સૌથી મોટી વાત જણાવી દીધી છે.

image source

આજે જાહેર થયેલા રિપોર્ટ અનુસાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ ન હતી. આ આત્મહત્યાનો મામલો છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એટલે કે એઈમ્સના ડોકટરોની પેનલએ સીબીઆઈને પોતાનો રિપોર્ટ સોંપતી વખતે આ વાત કહી છે.

image source

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર નિષ્ણાંતોની પેનલે અભિનેતાના પરિવાર અને તેના વકીલના હત્યાના સિધ્ધાંતને ફગાવી દીધો છે કે તેને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો.

image source

34 વર્ષીય ફિલ્મ સ્ટાર સુશાંત 14 જૂનના રોજ તેમના મુંબઇ સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે તેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો પરંતુ સોશિયલ મીડિયા પર તેની હત્યા થઈ હોય તેવા આરોપો સાથે સુશાંતને ન્યાય અપાવવા માટે ચલાવાયેલા અભિયાન અને સુશાંત સિંહ રાજપૂતના પરિવારની શંકા બાદ આ કેસ સીબીઆઈને સોંપાયો હતો. ત્યારબાદ એઈમ્સના નિષ્ણાંતોને આ અંગે તપાસ સોંપવામાં આવી હતી.

image source

સૂત્રોના જણાવ્યા અનુસાર, એઈમ્સને પેનલે તેની તપાસ પૂર્ણ કરી છે અને સીબીઆઈને તેનો તબીબી અભિપ્રાય આપ્યા પછી ફાઇલ બંધ કરી દીધી છે. હવે સીબીઆઈ તેની તપાસની લિંક્સને તે રિપોર્ટ સાથે જોડે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે સીબીઆઈ તપાસ કરશે કે અભિનેતાએ આત્મહત્યા કયા દબાણમાં કરી તે હિસાબે આગળની તપાસ કરી શકે છે. એટલે કે હવે આ કેસની તપાસ આત્મહત્યાનો કેસ ગણીને મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.

image source

સૂત્રોએ જણાવ્યું હતું કે એઈમ્સની પેનલે મુંબઈની હોસ્પિટલના અભિપ્રાયને માન્યતા આપી છે, જેણે અભિનેતાનું પોસ્ટ મોર્ટમ કર્યું છે. મુંબઇની હોસ્પિટલે ઓટોપ્સી રિપોર્ટમાં મોતનું કારણ શ્વાસ રુંધાવો ગણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *