15 OCTOBER થી શરતો સાથે ખૂલશે શાળા-કોલેજો,શિક્ષણ મંત્રાલયે ગાઇડલાઇન્સ રજૂ કરી
21 સપ્ટેમ્બરથી જ્યાં રાજ્યોને 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તો 15 ઓક્ટોબરથી બધી શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે હાલમાં આ છૂટ ફક્ત નોન-કંટેનમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારો માટે જ આપવામાં આવી છે. શાળાઓ ક્યારથી ખોલવી જોઈએ તે તારીખ રાજ્ય સરકારો નક્કી કરશે.
શાળાઓ, કોચિંગ સંસ્થાઓ માટે શું છે નવી ગાઇડલાઇન્સ?
– ઓનલાઇન / ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહિત કરાશે.
– જો વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગ એટેન્ડ કરવા માંગે છે તો તેમને તેની મંજૂરી આપવામાં આવે
– વિદ્યાર્થીઓ માતાપિતાની લેખિત પરવાનગી પછી જ શાળા/કોચિંગમાં આવી શકે છે. તેમના પર અટેન્ડન્સનું કોઈ દબાણ ના નાંખે
– આરોગ્ય અને સુરક્ષા માટે શિક્ષણ વિભાગની SOPના આધાર પર રાજ્ય પોતાની SOP તૈયાર કરશે
– જે પણ શાળા ખોલશે તેમને ફરજીયાત પણે રાજ્યના શિક્ષણ વિભાગની SOPનું પાલન કરવું પડશે.