ગુજરાતના 10 લાખ ગરીબ-મધ્યમ વર્ગ પરિવારને મળશે, NFSA હેઠળ સસ્તુ અનાજ

387 Views

ગુજરાતમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી ૫૦ લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે નોંધપાત્ર છે કે હવે NFSAના મળવાપાત્ર તમામ લાભો આ વધુ ૧૦ લાખ પરિવારને પણ મળશે.

NFSAના મળવાપાત્ર તમામ લાભો આ વધુ ૧૦ લાખ પરિવારને પણ મળશે

  • રાજ્યમાં ૧૦ લાખ પરિવારનો ફૂડ સિકયોરિટી એકટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય
  • સીએમ વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
  • ૫૦લાખ જેટલા ગરીબ-સામાન્ય વર્ગના લોકોને મળશે લાભ
  • ૧૦ લાખ પરિવારોને એનએફએસએના મળવાપાત્ર તમામ લાભ મળશે
  • દિવ્યાંગ, ગંગા સ્વરૂપબહેનો, વૃદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીને મળશે લાભ
  • રીક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારાઓને મળશે લાભ
    રોજનું કમાઈને રોજનું ખાનારા વાહન ચાલકોને મળશે લાભ

૫૦ લાખ જેટલા ગરીબ-સામાન્ય વર્ગના લોકોને મળશે લાભ

રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે, સાથે સાથે NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે. નોંધનીય છે કે ગુજરાત રાજ્યના શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

ત્યારે બીજી તરફ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને NFSA લાભ આપી રાહત દરે અનાજ વિતરણ થશે, આ યોજનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી સત્વરે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ આપવા પણ સીએમે સ્પષ્ટ સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *