શરમજનક: હાથરથકાંડની આગ બુઝાઈ નથી ત્યાં જામનગરમાં બની વધુ એક ઘટના

510 Views

થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં પીડિતાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું હતું. આ ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આવી જ એક શરમજનક ઘટના બની છે.

image source

આ ઘટના બની છે જામનગરમાં જ્યારે 4 નરાધમોએ એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. જાણવા મળ્યાનુસાર 4 નરાધમોએ પોતાની હવસ સંતોષવા માટે સગીરાને ઊંઘની દવા ખવડાવી હતી. ત્યારબાદ સગીરા પર આ કૃત્યુ ગુજાર્યું હતું. ઘટના બાદ સગીરાને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે તાબડતોપ કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

image source

જામનગરમાં બનેલી આ ઘટનાના દોષીઓને ઝડરપી પાડવા માટે એલસીબી, એસઓજી અને સીટી સી-ડિવિઝન પોલીસ દોડતી થઈ હતી. જેના પરિણામે ઘટના પ્રકાશમાં આવ્યાની ગણતરીની જ કલાકોમાં પોલીસે મિલન, દર્શન અને દેવકરણ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી જ્યારે મોહિત નામનો આરોપી ફરાર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

image source

ઊંઘની દવા ખવડાવી અને આચરેલા આ દુષ્કર્મની પીડિતાને હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને તેના મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ આ પ્રકારના દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં લોકોમાં રોષ છે. જ્યારે પોલીસ પણ આરોપીને ઝડપી પાડી તેને કડકમાં કડક સજા કરવા દોડતી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *