ઝાલોદ નગરમાં ૨ વ્યકિતઓનાં ધરમા ચોરની ટોળકીમાંથી એક ચોર પકડાયો

145 Views

ઝાલોદ – તા. 5, રાત્રીના દશ વાગ્યાની આસપાસ રિઝવાન કાયરાને પોતાના ઘરના ધાબે કોઈ હલચલ જેવું લાગતા તેઓ ઘબરાયા હતા. ત્યાર પછી હિમ્મત કરીને ઘરના ધાબે જઈને જોતા તેઓએ ચાર જેટલા ચોરને ધાબા પર જમતા હતા. અજાણ્યા માણસોને જોઈને તેઓએ બૂમાબૂમ કરી મુકતા આસ પાસ ના લોકો આવી ગયા હતા. ચોરો ઘબરાઈ જતા ત્યાથી ભાગ્યા હતા. તેમાંથી ત્રણ જેટલા ચોરો નાસી છૂટયા હતા. તો અન્ય એક સંતાઈ ગયો હતો લોકોએ આજુબાજ શોઘખોળ કરતા સંતાયેલો ચોર ઝાડ પરથી ઝડપાયો હતો. જેને રહીશો એ પકડી અને પોલીસને હવાલે કર્યો હતો. આ ચોર ચિત્રોડિયા નજીકનો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *