દાહોદ – ફતેપુરા નગરમાં કૂવામાંથી લાશ મળી આવી.

128 Views
  • ફતેપુરા નગરમાં તળાવ ફળિયામાં આવેલ વડલાવાળા કૂવામાં એક વ્યક્તિ મૃત્યું પામેલ અવસ્થામાં મળી આવતા ચકચાર
  • ફતેપુરા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ – ફતેપુરા તા. 06, દાહોદના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે આવેલા અર્બન બેંકની ગલીમાં રહેતા મુકેશકુમાર રામચંદ્ર દરજી ઉંમર 35 રહે. તળાવ ફળિયામાં આવેલા વડલાવાળા કૂવામાં કોઈ અગમ્ય કારણોસર કુવામાં પડી જતા મરણ થયેલ હતું. જેઓનું મૃતદેહ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાજર ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ હતી.

આ વડલાવાળું પાણીનો કુવો વર્ષો જૂનો પાણીનો કૂવો છે. જેનો આજે પણ લોકો પાણી પીવા તેમજ વપરાશ માટે ઉપયોગ કરે છે તેવું લોકો જણાવે છે. સરપંચ દ્વાર તાત્કાલિક આ પાણીના કૂવામાંથી પાણી ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *