દાહોદ – દે,બારીયા – પાલિકા પ્રમુખે મજૂરીના પૈસાની લેવડ દેવડ બાબતે મજુરને ફટકાર્યો

79 Views
  • પાલિકા પ્રમુખના પતિની દંબગાઈ

  • પૈસાની લેવડ દેવડ બાબતે મજુરને ફટકાર્યો

  • પાલિકા પ્રમુખના પતિ વિરૂદ્ધ ગુનો નોંધાતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ

દાહોદ – દેવગઢ બારીયાનગરનો ચકચાર બનાવ સામે આવ્યો છે. જેમાં દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન નાથાણીના પતિ મિતેશભાઈ દ્વારા નાણાંની લેતી-દેતી મામલે એક શ્રમિક વ્યક્તિને લાપટો-ઝાપટો મીરી જાતી અપમાનિત શબ્દો બોલી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ બાબતે દેવગઢ બારીઆ પોલીસ મથકે પાલિકા પ્રમુખના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા સમગ્ર દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી પ્રાપ્ત માહિતી અનુસાર – દેવગઢ બારીયા કાપડી વિસ્તારમાં ભીલ ફળિયામાં રહેતા શ્રમિક મોહનભાઈ રામાભાઈ વણકરે દેવગઢ બારીઆ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા. 5-10-2020ના રોજ નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન મિતેશભાઈ નાથાણીના પતિ મિતેશભાઈના નવા મકાનમાં ટાઈલ્સ ફીંટીગનું કામ કરેલ હોય તેના બાકી નિકળતા પૈસાનો હિસાબ કરવાની વાત કરતા. મામલો બચક્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. આરોપીએ ફરીયાદીને કહેલ કે તું મારી જોડે પૈસા લેવા આવતો નહી અને તું પરેશભાઈ પૈસા લેવા જજે તેમ જણાવતા શ્રમિક મોહનભાઈએ મિતેશભાઈને કહેલ કે હું પરેશભાઈને ઓળખતો નથી. હું તમોને ઓળખું અને મારે તો તમારી પાસે મારા મજુરીનાં બાકી નિકળતા પૈસા લેવાના છે તેમ કહેતા મિતેશભાઈએ શ્રમિક મોહનભાઈને બેફામ મા બેન સમાણી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ શ્રમિકને બે ત્રણ ઝાપટો મારી કહ્યું કે હું બારીયાઓન રાજા છું તને એક મિનીટમાં અંદર કરી દઈશ. તું મને ઓળખતો નથી તેવું આમ તેમ કહી જાતિ અપમાનિત અપશબ્દો બોલી શ્રમિક મોહનભાઈને મારી નાંખવાની ધમકી આપતી હતી. આ સંબંધે શ્રમિક મોહનભાઈ વણકરે દેવગઢ બારીયા નગરપાલિકાના મહિલા પ્રમુખ દક્ષાબેનના પતિ મિતેશાભાઈ જંયતિભાઈ નાથાણી વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત બનાવના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લામાં ફેલાતા રાજકીય આલમમાં જિલ્લાના પ્રજાજનોમાં ખળભળાટ સાથે આશ્ચર્ય ફેલાવા પામ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *