અકસ્માત: ચિલોડા-હિંમતનગર હાઈવે પર મર્સિડીઝ કારે બાઈકને મારી ટક્કર, બે બાઇકસવારને કચડી માર્યા

246 Views

રોડ અકસ્માતની દૂર્ઘનટાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ ચિલોડાથી હિંમત નગર તરફ જતાં હાઇવેપર અમદાવાદના બોપલમાં રહેતાં મર્સિડીઝના ડ્રાઈવરે એક લારી તેમજ બે બાઈક સવારોને કચડી માર્યા છે. આ દૂર્ઘટનામાં બે જણના દુઃખદ અવસાન થાય છે.

image source

આ ઘટના સોમવારે રાત્રે ઘટી હતી. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમા રહેતાં બે વ્યક્તિ રાત્રે 9 વાગ્યાન આસપાસ પોતાનું કલરકામનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, તે સમયે એક નંબર વગરની મર્સિડિઝ કાર અહીંના એક અંબાજી મંદિર પાસે ઉભેલી પૂજાપાની લારી સાથે અથડાઈ હતી હતી ત્યાર બાદ મર્સિડીઝ બાઇક સવારો તરફ ધસી ગઈ હતી અને તેમને પણ જોરદાર ટક્કર મારી હતી.

image source

કાર અને બાઇક બને ડિવાઇડરમાં ઘૂસી ગયા હતા અને એક બાઇકસવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજા બાઇક સવારને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યો હતો પણ સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું.

એવું જાણવા મળ્યું હતું કે નંબર વગરની મર્સિડિઝ કાર લારી સાથે અથડાતાં ડ્રાઈવરની સીટ સામેની એરબેગ ખુલી ગઈ હતી જેના કારણે ડ્રાઈવરને આગળનું કશું જ નહોતું દેખાતું અને ગાડી બાઈકમાં ધસી ગઈ હતી.

image source

મળેલી માહિતી પ્રમાણે આરોપી યુવાન મૂળે રાજકોટનો છે છેલ્લા લગભગ 5 વર્ષથી તે બોપલ વિસ્તારમાં રહેતો હતો. અકસ્માત બાદ ચિલોડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામા આવી છે. અને ધરપકડ બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અને તેણે કાર ડ્રાઈ કરતી વખતે ખેરખર દારૂ પીધો હતો કે નહીં તેની તપાસ માટે પણ તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે.

એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી સાથે કારમાં એક યુવતિ પણ હતી. જ્યારે પોલીસ દ્વારા આરોપીની પૂછ પરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તે તેનો ફોન ઉદયપુર ભૂલી ગયો હતો અને તેને પાછો લેવા જઈ રહ્યો હતો. અને તેની સાથે એક યુવતિ પણ હતી. તેઓ રસ્તામાં કોઈ હોટેલમાં જમવા રોકાયા હતા અને તે દરમિયાન તે બન્ને વચ્ચે કોઈ બોલચાલ થતાં યુવતિ આ અંબાજી મંદિર તરફ ચાલતી જઈ રહી હતી. અને આ યુવક તેને લેવા માટે ફૂલ સ્પીડમાં કાર ચલાવતો આવી રહ્યો હતો. આથી વધારે જાણકારી હજુ સુધી મળવા પામી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *