સિંઘમથી જાણીતી બનેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ આ બિઝનેસ સાથે કરશે લગ્ન, જાણો કઇ છે તારીખ અને કોણ છે વરરાજા

2,493 Views

કાજોલ અગ્રવાલ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. તેણીએ હિન્દી, તમિળ તેમજ તેલુગુ ફિલ્મોમાં ખૂબ કામ કર્યું છે. કાજલ 30મી ઓક્ટોબરે લગ્ન કરવા જઈ રહી છે. કાજલે આ સમાચાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા પોતાના ફેન્સને આપ્યા છે. કાજલે લખ્યું છે કે તેણી મુંબઈ સ્થિત ગૌતમ કિચલુ નામના યુવાન સાથે લગ્ન કરવા જઈ રહી છે. અને તેણીએ પોતાના ચાહકો પાસેથી તેના જીવનની આ શુભ ઘડી પર આશિર્વાદ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

 

કાજલે પોતાના લગ્નની માહિતી આપતી પોસ્ટમાં લખ્યું છે, ‘મને એ આ સમાચાર શેર કરતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે હું ગૌતમ કીચલુ સાથે 30મી ઓક્ટોબર,2020 ના રોજ મુંબઈ ખાતે, લગ્ન કરવા જઈ રહી છું. એક નાની, તેમજ અંગત સેરેમનીમાં અમારા કુટુંબીજનો હાજર રહેશે. આ મહામારીએ અમારી આ ખુશીની ઘડીને થોડી ઝાંખી પાડી છે, પણ અમે અમારું નવું જીવન એક સાથે શરૂ કરવા એક્સાઇટેડ છીએ અને મને ખબર છે કે તમે બધાં જ અમારા જુસ્સાને વધારશો.

 

હું તમારો આભાર માનું છું કે તમે બધાએ મારા પર આટલા બધા વર્ષો ખૂબ પ્રેમ વરસાવ્યો તેના માટે, અને અમે જ્યારે જીવનની આ નવી સફર પર જઈ રહ્યા છીએ ત્યારે તમારા આશિર્વાદની આશા રાખીએ છીએ. મને જે ખૂબ ગમે છે તે હું ચાલુ જ રાખીશ – મારા પ્રેક્ષકોને મનોરંજન પુરુ પાડતું રહીશ – હવે, એક નવા જ ઉદ્દેશ અને અર્થ સાથે. તમારા અવિરત સપોર્ટ માટે તમારો આભાર.’

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં પણ કાજલ અગ્રવાલ ચર્ચામાં આવી હતી. મળેલા અહેવાલ પ્રમાણે તેણીએ ગયા મહિને સગાઈ કરી લીધી હતી.

 

ગૌતમ કિચલુ કોણ છે ?

કાજોલના ભાવિ જીવનસાથી ગૌતમ કિચલૂને ભાગ્યે જ કોઈ જાણતું હશે. તો ચાલો તમને જણાવીએ કે કોણ છે આ ગૌતમ કિચલુ. ગૌતમ કિચલૂ એક એન્ટરપ્રેન્યોર અને ડિસ્સર્ન લિવિંગ ડિઝાઈનના ફાઉન્ડર છે. આમ તેઓ વ્યવસાયે એક ઇન્ટિરિયર ડિઝાઈનર છે. હાઉસ ડિઝાઈન ઉપરાંત ગૌતમ કિચલૂની એક ફર્નીચર કંપની પણ છે. તેઓ ડેકોર આઇટમ્સ, પેઇટિંગ અને અન્ય હાઉસહોલ્ડનો સામાન વેચે છે.

 

આમ તો કાજલ સાથે ક્યારેય ગૌતમ કીચલની એક પણ તસ્વીર જાહેરમાં જોવા નથી પણ, પણ જ્યારે ગૌતમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નજર કરશો ત્યારે 2016માં ગૌતમે એક પોસ્ટ કરી હતી જેમાં કાજલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તેની પોસ્ટ પર રિએક્ટ કર્યું હતું.

 

જો કે કાજલના લગ્નના અનાઉન્સમેન્ટ બહાદ ટ્વિટર પર બન્નેની જુની તસ્વીરો વાયરલ થવા લાગી છે. આ તસ્વીર કોઈ પાર્ટીની છે જેમા કાજલ અને ગૌતમ બન્ને દેખાઈ રહ્યા છે. તેમને જોઈને તેમના વચ્ચેની નજદીકીનો અંદાજો લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *