જો હવે વાહનના લર્નિંગ લાઇસન્સની મુદત પતી જાય તો જરા પણ ના કરશો ચિંતા, જાણી લો આ નિયમ વિશે અને મેળવો રાહત

593 Views

ગુજરાતમાં રહેતા લોકો માટે રાજ્ય સરકાર દ્વાર વધુ એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. જે લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નોકરી, વ્યવસાય કે રોજગારી મેળવા જતા હોય છે.

image source

જે લોકોનું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયુ હોય તો તે લોકો ગુજરાતના કોઇપણ જિલ્લાના આરટીઓમાં તેનું લાઇસન્સ રીન્યું કરાવી શકશે. લર્નિંગ લાઇસન્સ ધારકો માટે રાહતના સમાચાર છે કારણ કે હવેથી લર્નિંગ લાઇસન્સ છ મહિના બાદ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે.વાહનચાલકે માત્ર પોતાનાં જૂનાં લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યૂમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તે ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે.

આરટીઓમાં પણ લર્નિંગ લાઇસન્સની કામગીરીનું ભારણ ઓછું થશે

image source

આરટીઓના આ નવા નિયમને પગલે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવામાં વારંવાર નાપાસ થતા ઉમેદવારોને લર્નિંગ લાઇસન્સનાં કમ્પ્યૂટર ટેસ્ટની ઝંઝટમાંથી છુટકારો મળશે એટલું જ નહીં પરંતુ આરટીઓ ખાતે પણ લર્નિંગ લાઇસન્સ માટેની કામગીરીનું ભારણ ઓછું થશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ વખતે જ વાહનચાલક કે માલિકે ફરજિયાત પાકાં લાઇસન્સ ટેસ્ટ અને સ્માર્ટકાર્ડની ફી ભરી દેવી પડતી હતી. જે લર્નિંગ લાઇસન્સ પૂરું થતાં સરકાર દ્વારા પરત નહીં કરી કરોડોની ઉઘાડી લૂંટ કરાતી હતી. તે હવેથી બંધ થશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ધરખમ ફેરફાર કરવામા આવ્યો છે.

અંદાજિત દરરોજ 50-60% ટેસ્ટ ટ્રેકમાં નપાસ થાય છે

image source

આ પહેલાં લર્નિંગ સાથે ફરજિયાત પાકાં લાઇસન્સના પૈસા પણ લર્નિંગ લાઇસન્સ વખતે લઈ રિફંડ અપાતું ન હતું. આરટીઓનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દરરોજના અંદાજિત ૪૫૦ ટેસ્ટ પૈકી ૫૦થી ૬૦ ટકા લોકો ટેસ્ટ ટ્રેકમાં નાપાસ થાય છે. જે પૈકી ૩૦ ટકા લોકોને લર્નિંગ લાઇસન્સ ફરી કઢાવવું પડે છે. આ આંક રૂ.૨૦૦ના પ્રમાણે અંદાજે ૯૭ લાખ ઉપરાંતની રકમ એક વર્ષમાં સરકારને આમ જ મળી જતી હતી. હવે નિયમ બદલાતાં અરજદારોને ફાયદો થશે.

લર્નિંગ લાઇસન્સ ફરી કરાવવા માટે ફી માત્ર 150 રૂપિયા

image source

આ ઉપરાંત સૌથી મોટો ફાયદો આ જોગવાઇ મુજબ વાહનચાલકને એ થશે કે સારથિ-૪ સોફ્ટવેરમાં અગાઉ અંદાજે ૭૦૦ રૂપિયા જેવી માતબર રકમ લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થતાં પરત મળતી નહોતી. જે હવે ફરી લર્નિંગ લાઇસન્સ કરાવતી વખતે માત્ર ૧૫૦ રૂપિયા લર્નિંગ લાઇસન્સની ફી ભરવાની રહેશે.

image source

જો નાગરિક દ્વારા એક પણ વખત ટેસ્ટ આપવામાં નહીં આવ્યો હોય તો ટેસ્ટ ફીના પૈસા પણ ફરી વખત માન્ય રહેશે. લર્નિંગ લાઇસન્સ કઢાવ્યાથી એક વર્ષ સુધી જો કોઇ કાર્યવાહી નહીં કરે તો જ ફરી પૈસા ભરવાના થશે. સારથિ-૪ સોફ્ટવેર શરૂ થયાથી વર્ષો સુધી સરકારે નાગરિકો પાસે કરેલી ઉઘાડી લૂંટ ૨૯ સપ્ટેમ્બરે કરવામાં આવેલા આદેશ – પરિપત્રથી બંધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *