હાથરસ કાંડ – 100 કરોડ રૂપિયાના વિદેશી ફંડિંગમાંથી મોરિશિયસથી 50 કરોડ આવ્યા

17 Views

લખનઉ,તા.૭ હાથરસ કાંડના બહાને ઉત્તર પ્રદેશને તોફાનોમાં ધકેલવાના કાવતરામાં તપાસ એજન્સીઓને મોટો પુરાવો હાથ લાગ્યો છે. તપાસ એજન્સીઓને મળેલા પુરાવાથી એ વાતનો ખુલાસો થાય છે કે ઉત્તર પ્રદેશમાં તોફાનો કરાવવા માટે દેશ-વિદેશથી ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ ફંડિંગ થયું. સૂત્રો મુજબ, માત્ર મોરિશિયસથી ૫૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. હવે હાથરસ કેસ સાથે જોડાયેલા તમામ મામલાઓને સીબીઆઈને હેન્ડઓવર કરવામાં આવશે. નોંધનીય છે કે હાથરસ કાંડના બહાને તોફાનો ફેલાવવાના કાવતરામાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ, હાથરસ સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ડઝનથી પણ વધી એફઆઈઆર નોંધાઈ છે. નોંધનીય છે કે, હાથરસ કાંડમાં પહેલા એસઆઇટી અને પછી સીબીઆઈ તપાસની ભલામણ બાદ આ મામલામાં ઈડીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હાથરસને લઈ બનાવવામાં આવેલી વેબસાઇટ જસ્ટિસ ફોર હાથરસ વિક્ટિમની તપાસ ઈડી કરશે. મૂળે, તપાસ એજન્સીઓને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાને ન્યાય અપાવવાના નામે રાતો રાત એક વેબસાઇટ બનાવવામાં આવી. તેના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં જાતીય તોફાનો ફેલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વેબસાઇટના માધ્યમથી ઇસ્લામિક દેશોથી ફંડિંગ પણ કરવામાં આવ્યું. હવે વેબસાઇટના માધ્યમથી જે ખાતાઓમાં નાણા આવ્યા છે, તેની તપાસ ઇડી કરશે. આ વેબસાઇટ પ્લેટફોર્મ કોર્ડ ડૉટ કૉમ પર બનાવવામાં આવી હતી. આ પહેલા મંગળવારે દિલ્હીથી હાથરસ જઈ રહેલા ૪ લોકોની મથુરા પોલીસે ધરપકડ કરી હતી. આ તમામ પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સભ્ય હોવાનું કહેવાય છે. તેમની પાસેથી ઉશ્કેરીજનક સાહિત્ય પણ મળી આવ્યું છે. ધરપકડ કરાયેલા સભ્યોમાં એક વ્યક્તિ બહરાઇચના જરવલનો રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *