ડભોઈ વેગા રેલ્વે ઓવરબ્રિજ ઉપર ફાયર ફાઈટર અને ટેન્કર વચ્ચે અકસ્માત – ટ્રાફીક જામ

56 Views

ડભોઈ વેગા ચોકડી પાસે રેલ્વે ઓવરબ્રિજ ઉપર વડોદરા મહાનગરપાલિકાના ફાયર ફાઈટર અને ડીઝલ લઈ જતા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલ ઓવરબ્રિજ ઉપર ઢોળાઈ જતા માર્ગ ઉપર ડીઝલની રેલમઝેલ થઈ જવા પામી હતી. જાણવા મળતી માહિતી મુજબ વડોદરા મહાનગર પાલિકાનું ફાયર ફાઈટર ડભોઈ પાસે આવલ શાહ એન્જિનિયરિંગ કંપનીમાં રીપેરીંગ કામ કરાવવા આવ્યું હતું. જે માર્ગ ભૂલો પડી જતા ઓવરબ્રિજ ઉપર આગળ જઈ પાછા બ્રિજ ઊતરી રહ્યા હતા ત્યાર સામેની બાજુથી એક ડીઝલ ભરેલું ટેન્કર છોટા ઉદેપુર તરફ જઈ રહ્યું હતુ. ત્યાર આ બંને વાહનો એકબીજા સાથે સામસામે ભટકાઈ જતા ગમ્ખવાર અકસ્માત થયો હતો. જેના પરિણામે ટેન્કરમાં ભરેલું ડીઝલ ઓવર બ્રીજ ઉપર ઢોળાઈ જતા સમગ્ર રોડ ડીઝલથી છવાઈ જવા પામ્યો હતો. જેના પરિણઆમે અવરજવર કરતા વાહનો માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. ત્યાર ડભોઈ પોલીસ તંત્રના અધિકારીઓ પહોંચી જઈ પરિસ્થિતિને કાબુમાં લઈ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના બનવા પામી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *