શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સની શૈક્ષણિક વર્ષ 2020-21ની એમ.કોમ.-1ની એડમીશનની પ્રથમ મેરીટ યાદી પ્રસિદ્ધ – વિદ્યાર્થીઓને એડમિશન અને કોવિડ-19ની ખાસ સૂચનાઓ

106 Views

ગોધરા ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સની શૈક્ષણિક વર્ષ 2020-21ની એમ.કોમ.-1ની એડમીશનની પ્રથમ મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. એડમીશન માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન એડમીશન પ્રક્રિયા કરવામાં આવી હતી. તે સંદર્ભે તા. 8-10-2020ના રોજ જે વિદ્યાર્થીઓએ એમ.કોમ. – 1 માટેની યાદી યુનિવર્સિટી વેબ સાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને એમ.કોમ. સેમેસ્ટર-1માં પ્રવેશ અંગેની સૂચનાઓને અનુસરવા જાણ કરી છે.

https://sggu.ac.in/Admin/image/circular/08102020095241_Notification07.pdf


એમ.કોમ. સેમેસ્ટર – 1માં પ્રવેશ અંગેની સૂચનાઓનું પાલન કરવા વિદ્યાર્થીઓને જણાવ્યું છે.

  • વિદ્યાર્થીઓ તમામ ડોક્યુમેનન્ટ વેરીફાઈ કરાવા પડશે. અને ફી ભર્યા બાદ જ તેનું એડમિશન માન્ય ગણાશે.
  • દરેક વિદ્યાર્થીએ મેરીટ બહાર પડ્યા તારીખથી 13-10-2020 સુધીમાં સવારે 11-00 થી બપરોરે 4-00 વાગ્યા સુધીમાં યુનિવર્સિટી ખાતે ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ અને તમામ જરૂરી ઓરીજનલ ડોક્યુમેન્ટ અને તેની ઝેરોક્ષ કોપી સાથે ફરજીયાત વેરીફીકેશન માટે હાજર રહેવું.
  • ખાસ ધ્યાન જોગ – જો જરૂરી આધાર પુરાવા નહિ હોય એવા સંજોગોમાં એડમીશન રદ્દ કરવામાં આવશે.
  • એડમિશન કન્ફર્મ થયા બાદ ફીની રકમ તાત્કાલિક ફક્ત ક્રેડીટ/ડેબિટ કાર્ડના માધ્યમથી ભરવાની રહેશે.
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને એડમીશન કન્ફર્મ કરવા આવેલ તમામ વિદ્યાર્થિએ કોવિડ-19ની સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.
  • પાલન ન કરનાર વિદ્યાર્થીએ યુનિવર્સિટી ખાતે પ્રવેશ આપવામાં આવશે નહિ.

મેરીટ યાદી જોવા નીચેની લિંકને ક્લીક કરો

https://sggu.ac.in/Admin/image/circular/08102020095241_Notification07.pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *