નવરાત્રિના આયોજન પર રાજ્ય સરકારનો ફાઇનલ નિર્ણય,ગાઈડલાઈન નક્કી કરાઇ

586 Views

કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત સરકારે પણ નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.ગુજરાતમાં હવે કોઈ પણ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન નહીં કરવા આદેશ કરાયો છે.

જોકે શેરી,પોળ,ગામડામાં પરંપરાગત ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા – આરતી કરી શકાશે. કોરોના ને કારણે કોઈ પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ માટે સ્થાનિક તંત્રની મંજૂરી જરૂરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ ગુજરાત રાજ્ય સરકારે પણ આજે આગામી તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

એક કલાકના કાર્યક્રમમાં 200થી વધુ લોકો એકત્ર કરી શકાશે નહીં. રાજ્યમાં આગામી તહેવારો બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ કોરોના ને લઈ સંક્રમણ અટકાવવા માટે સરકારે જાહેર હીત માં આ નિર્ણય કર્યો છે જેનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *