દાંતા તાલુકાના દિવડી ગામમાં આર.સી.સી. રોડ કામમાં મોટો ભ્રષ્ટાચાર
દાંતા – દિવડી નવીન બની રહેલા રોડની તપાસ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવાની માગ દાંતા તાલુકાના દિવડી ગામમાં બની રહેલા નવીન રોડમા સરપંચ અને કોન્ટ્રાક્ટરે મોટું કૌભાંડ આચાર્યુ વસી ગ્નુપ ગ્નામ પંચાયતમા આવતા દિવડી ગામમાં સરપંચ અને કોન્ટ્રાક્ટરે આર.સી્ સી રોડ નિચે કોઈ પણ પ્રકારનો માલ સામન નાખ્યા વગર માટીમા માલ નાખી હલકી ગુણવત્તાનો રોડ બનાવી સરકારની ગ્રાન્ટો હડપ કરવા અને મોટા કૌભાંડ આચરી રહયાં અને પોતાની પોલ બહાર ન આવે તે માટે પણ વસી સરપંચ પોતે ગુન્ડાગીરી રહયા હોય અને પોતાના કારનામા બહાર ના આવે તે માટે મિડિયાને પણ અગાઉ ફોન પર ધમકી આપી ચુક્યા હતા છતાં પણ તાલુકા વિકાસ અધિકારીના પેટનું પાણી પણ નથી હલતું અને પાછુ ફરીવાર દિવડી ગામમાં નિચે કોઈ પણ પ્રકારના માલસામન નાખ્યા વગર સરપંચ કે કોન્ટ્રાક્ટરની હાજરી વગર રામ ભરોસે રોડ બનાવાયો અને આ કામની તપાસ રોડના બ્લોક નુ સેમ્પલ લેવામાં આવે તો આ રોડનુ મોટું કૌભાંડ બહાર આવે અને આવાતો કેટલા રોડના કૌભાંડ સરપંચ અને કોન્ટ્રાક્ટરે કરયા હશે તે જે ગામમાં રોડ બનાવ્યા હશે કે ગામની પ્રજા જ જાણતી હશે સરપંચ અને કોન્ટ્રાક્ટરે જેટલા પણ રોડ બનાવ્યા હોય તે બધા રોડ અને કામની તપાસ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે તો વસી ગ્નામ પંચાયતનુ મસ્ત મૌટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.