અમદાવાદ ગોમતીપુર વિસ્તારની ઘટના સગા બનેવીએ સાળાની પત્ની સાથે લગ્ન કરી લીધા

1,094 Views

પતિના ભાભી સાથેના સબંધ અંગે જાણ કરતા ભાઈએ પત્નીને છૂટાછેડા આપતા બનેવીએ લગ્ન કરતા ફરિયાદ

            અમદાવાદ,તા.૮ અમદાવાદ શહેરના રખિયાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીને કહ્યા કરતો કે, ‘તારાથી સારી તો તારી ભાભી છે.’ જોકે બાદમાં ભાભી પણ જમાઈની સાથે આકર્ષિત થઈ ગઈ હતી. પત્નીએ સમગ્ર મામલે પોતાના ભાઈને જાણ કરતા તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા. જમાઈને પણ આમ જ જોઈતું હોય તેમ તેણે થોડા જ સમયમાં સાળાની પત્ની સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે રહેવા લાગ્યો. ઉપરાંત પરિણીતાને સાસરિયા દહેજ મામલે ત્રાસ આપતા હતા. જેથી હવે પત્નીએ પતિ તથા સાસરિયા વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલા મુજબ, ગોમતીપુરમાં રહેતી સમીમાએ ૨૦૧૨માં તેના જ સમાજના શોએબ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સમીમા સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. જોકે લગ્ન બાદથી સમીમાનો પતિ અવારનવાર તેના ભાભી સાથે વાત કરતો રહેતો હતો. સમીમાએ પતિને આ વિશે વાત કરતા જવાબ મળ્યો, ‘તારા કરતા તો તારી ભાભી વધુ સારી છે.’ આટલું જ નહીં ભાભી પણ શોએબ સાથે વધુ વાતચીત કરવા લાગી. જેથી સમીમાએ પોતાના ભાઈને જાણ કરી. આખરે સમીમાના ભાઈએ તેની પત્નીને છૂટાછેટા આપી દીધા. ત્યારબાદ પણ પતિ સમીમાને અવારનવાર ત્રાસ આપતો અને માર પણ મારતો હતો. પતિ કહેતો કે, તું ભિખારીની છોકરી છે, તારા બાપ પાસે કરોડ રૂપિયા છે, તો પણ તારા બાપે દહેજ ઓછું આપ્યું છે. જોકે ઘર સંસાર ખરાબ ન થાય તે માટે સમીમા બધુ સહન કરતી રહેતી. આ દરમિયાન પતિએ દહેજ પેટે ફ્લેટની માગણી કરી. ત્યારે સમીમાના પિતાએ ૧૫ લાખનો ફ્લેટ લઈ આવ્યો અને તેના હપ્તા પણ પોતે જ ભરતા હતા. ૧૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ પતિએ દહેજની માગણી કરીને સમીમાને મારીને કાઢી મૂકી. ૬ મહિના બાદ સમાજના લોકોએ એકઠા થઈને સમજાવતા તે પત્નીને પાછી લઈ ગયો. જોકે આ દરમિયાન પતિએ તેની છૂટાછેડા લીધેલી ભાભી સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે રહેવા જતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *