જામનગરના બેડીબંદર રોડ પર બંધ ટ્રકમાં આગનું છમકલું ફાયર દોડ્‌યુ

167 Views

જામનગર – જામનગરના બેડીબંદર રોડ પર આજે સવારે એક બંધ ટ્રકમાં આગનું છમકલું થયું હતું. ફાયરના જવાનોએ તેને કાબુમાં લીધું હતું. જામનગરના બેડીબંદર રોડ પર આજે સવારે બેડેશ્વરના અબ્બાસભાઈ હુસેનભાઈ નોતીયાર નામના આસામીનો જીજ-યુ-7961 નંબરનો ખાલી ટ્રક રાખવામાં આવ્યો હતો. તે ટ્રકમાં કોઈ કારણથી અચાનક આગ ભભૂકતા કોઈએ ફાયરબ્રિગેટને જાણ કરતા ફાયરના જવાનો દોડી ગયા હતા. તેઓએ એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી હતી. આગના કારણે ટ્રકને સામાન્ય નુક્સાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *