અમદાવાદ: DPS સ્કૂલની માન્યતા કરાઈ રદ,સ્કૂલને 50 લાખનો દંડ

340 Views

અમદાવાદની DPS ઈસ્ટ સ્કૂલને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે DPS સ્કૂલમાં અમાન્ય વર્ગો માટે રૂ.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એપ્રિલ 2021થી સ્કૂલ બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, નિત્યાનંદને ગોરખ ધંધા આચરવા માટે જગ્યા આપનારા અને ગુજરાત સરકાર સાથે ફોર્જરી આચરનારા શહેરના હિરાપુરની DPS સ્કુલને આખરે તાળા લાગ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા NOC આપવાની ના પાડ્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ સ્કુલની મંજૂરી રદ કરવાનો નિર્ણય કરાયો છે. વર્ષ 2011થી બોગસ NOC આધારે ફોર્જરી આચરવા બદલ સ્કૂલને 50 લાખનો દંડ પણ ફટકારવામાં આવયો છે.

તમને જણાવીએ કે, અમદાવાદની DPS ઈસ્ટ સ્કૂલ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાઈ હતી. ત્યારબાદ એકપછી એક મોટા ઘટસ્ફોટ થયા હતા. બોગસ NOC, આશ્રમ જમીન વિવાદનો કેસ અને NOC વગર જ સ્કૂલ શરૂ કરી દેવાઈ જેવી અનેક સવાલોના કારણે સ્કૂલ ચર્ચાનો વિષય બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *