ગઢડા ગોપીનાથજી મંદિરના સાંખ્યયોગી બહેનોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

236 Views

ગઢડા, ગોપીનાથજી મંદિરમા મોટીબાના ઓટા ને લઈને અવાર નવાર સાંખ્યયોગી બહેનો વચ્ચે ઘર્ષણ થતું રહે છે. જેમાં અત્યાર સુધી દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ફરિયાદોનો દોર અવિરત શરુ છે તેવામાં આજે આચર્યપક્ષના સાંખ્યયોગી બહેનો દ્વારા સત્તાપક્ષ સાથે રાજકીય ઘરોબો હોવાને કારણે ન્યાય પ્રક્રિયા ધીમી પડી ગઈ છે અને તેમને સાંભળવામાં આવતા ન હોવાનું અને પોલીસ પ્રશાશન ગોપીનાથજી મંદિરના સત્તાપક્ષના ઇસારે પોતાની નૈતિક ફરજ ચુકી કામ કરી રહ્યું છે.

આથી આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનો દ્વારા આજરોજ પ્રેસ કોન્ફ્રન્સ રાખી જો અમને ન્યાય નહિ મળે તો વિધાનસભા બેઠક નં 106 ગઢડા ની પેટા ચૂંટણીનો સાંખ્યયોગી બહેનો અને તેમનો હરિભક્તોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને ન્યાય નહિ તો મત નહિ તેમજ ન્યાય મળશે તો મત મળશે તેવાં નારાઓ સાંખ્યયોગી મહિલાઓએ લગાવ્યા હતા.

રિપોર્ટર: રાજન ભાણા બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *