નરેન્દ્ર મોદીની બાયોપિક સિલ્વર સ્ક્રીન પર રજૂ કરાશે,ફિલ્મ 15મી ઓક્ટોબરે થશે રજુ….

2,260 Views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 15મી ઓક્ટોબરથી ફરી શરૂ થશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ ફિલ્મને થિયેટરોમાં રજૂ કરવાની મંજૂરી આપી છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ફિલ્મસ્ટાર વિવેક ઓબેરોયે ભજવ્યું છે.નરેન્દ્ર મોદીની બાયોપિક સિલ્વર સ્ક્રીન પર ટૂંક સમયમાં રજૂ કરાશે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના ચાયવાલા દિવસોથી વડાપ્રધાન સુધીની સફરને કંડારવામાં આવી છે. આ ફિલ્મને 2019ની લોકસભા ચૂંટણી પહેલાં રિલીઝ કરવાની થતી હતી પરંતુ ચૂંટણી પંચ અને વિરોધના વચ્ચે વિલંબમાં પડેલી છે.

 

 

ફિલ્મના નિર્માતા સંદીપસિંહ કહે છે કે કેટલીક રાજકીય અડચણોના કારણે આ ફિલ્મ રજૂ થઇ શકી નથી પરંતુ લોકો આ ફિલ્મ જોશે તો નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર્ય ખબર પડશે. આજના જમાનાની પ્રેરણાદાયી સ્ટોરીને આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે.

ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત બાયોપિક ફિલ્મના કલાકારોમાં વિવેક ઓબેરોય, બોમન ઇરાની, દર્શન કુમાર, મનોજ જોષી, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતિન કારીકર અને રાજેન્દ્ર ગુપ્તા છે. આ ફિલ્મને પહેલાં રિલીઝ કરવામાં આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે તેને અટકાવી દેવામાં આવી હતી.

ફિલ્મના દિગ્દર્શક ઓમંગ કુમારે કહ્યું હતુંકે મને આનંદ છે કે આ ફિલ્મ હવે સિનેમાગૃહોમાં રજૂ થવા જઇ રહી છે. અમે અમારી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને ફરીથી રજૂ કરવા જઇ રહ્યાં છીએ. અમે આ ફિલ્મ બનાવવા ઘણી મહેનત કરી છે. હવે લોકોને ફિલ્મ જોવાની તક મળશે.

 

 

તા.24 મે 2019ના રોજ આ ફિલ્મ રીલિઝ થઈ હતી. મેકર્સે ફરી આ ફિલ્મને રીલિઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મનું એક પોસ્ટર પણ જાહેર કરાયું છે. જેમાં ફિલ્મની રીલિઝ ડેટ પ્રકાશિત કરવામાં આવી છે. લોકડાઉન બાદ રીલિઝ થનારી આ પ્રથમ ફિલ્મ બની રહેશે.

આ ફિલ્મ ‘સરબજીત’ અને ‘મેરીકોમ’ જેવી સફળ ફિલ્મ આપનાર ડાયરેક્ટર ઓમંગકુમારે બનાવી છે. આ ફિલ્મમાં વડાપ્રધાન મોદીની રેલી અને વડાપ્રધાન બન્યા પહેલાની એમની રાજકીય કેરિયર પર ફોકસ કરવામાં આવ્યું છે. જોકે, વડાપ્રધાન મોદી જેવી સ્પીચ આપવા માટે વિવેક ઓબેરોયને ખૂબ જ તૈયારીઓ કરવી પડી હતી.

ફિલ્મના પ્રથમ ભાગમાં વડાપ્રધાન મોદીનો સંઘર્ષ દર્શાવાયો છે. કોરોના સંક્રમણના કારણે 15મી માર્ચથી સિનેમાઘરમાં જનારા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. જ્યારે તા.22 માર્ચે દેશવ્યાપી લોકડાઉન થતા સિનેમાઘરને તાળા લાગી ગયા હતા. સિનેમાઘરના સંચાલકોએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. હોલમાં માત્ર 50 ટકા જ દર્શકોને બેસવા માટે મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ત્રણથી ચાર મહિનામાં કોઈ નવી ફિલ્મ રીલિઝ થઈ નથી ત્યારે 15મી ઓક્ટોબરથી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *