આજથી રેલ્વે રિજર્વેશનના કેટલાક નિયમો બદલાયા, 5 મિનિટ પહેલા પણ ટિકિટ બુક કરાવી શકાશે !

20 Views

            10 ઓક્ટોબરથી રેલ્વે રિઝર્વેશનના કેટલાક નિયમો બદલાયા છે. હવે રેલ્વેની ઘણી ટ્રેનોમાં 5 મિનિટ અગાઉથી સીટો બુક કરાવી શકાશે. હકીકતમાં, રેલ્વે હવે ધીમે ધીમે કોરોના રોગચાળાથી પહેલાની વ્યવસ્થાને લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના સંદર્ભે આવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન રિજર્વેશનના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતાં, જેથી કોરોના વાયરસના ફેલાવાની ઝડપ ધીમી કરી શકાય.

30 થી 5 મિનિટ પહેલા બીજો ચાર્ટ બનાવવામાં આવશે.

            ભારતીય રેલ્વેએ નિર્ણય લીધો છે કે હવે કોરોના સમયગાળા પહેલાની જેમ જ ગાડી છૂટવાના 30 મિનિટ પહેલાં બીજો ચાર્ટ બનશે. આ ચાર્ટ 5 મિનિટ અગાઉથી બનાવી શકાય છે. પ્રથમ ચાર્ટ ટ્રેન રવાના થાય તે પહેલાના 4 કલાકે બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં જે ટ્રેનનો ચાર્ટ 5 મિનિટ પહેલાં બનાવવામાં આવી શકે છે તે ટ્રેનનું 5 મિનિટ પહેલા રિઝર્વેશન કરી શકાશે. એટલે કે, બીજો ચાર્ટ બને તે પહેલાં રિઝર્વેશન થઈ શકશે.

 

 

બુકિંગની સાથે ટ્રેન પણ રદ કરી શકાય છે

            જેમ ટ્રેનની ટિકિટ ફક્ત 5 મિનિટ પહેલા જ રિઝર્વેશન કરી શકાય છે તેજ રીતે આ દરમિયાન કોઈપણ ટિકિટ પણ રદ્દ કરી શકાય છે. આ બધી કવાયદ એટલા માટે કરવામાં આવી રહી છે જેથી રેલ્વેને કોરોના સમયગાળા પહેલાની જેવી જ સ્થિતિમાં લાવી શકાય. લોકડાઉન પછી દેશભરમાં ધીમે ધીમે તમામ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી રહી છે, જેથી કોરોના સમયગાળા પહેલા જેવી સ્થિતિમાં પહોંચી શકાય.

 

 

તહેવારોની સીઝનમાં રેલ્વે 200 ટ્રેનો દોડાવશે

            તહેવારોની સીઝનમાં કેટલી ટ્રેનો દોડાવવામાં આવશે તે અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી હતી, જેને થોડા દિવસો પહેલા રેલવે દ્વારા સ્પષ્ટ કર્યું હતું. આ સમાચાર ક્યાંકથી આવી રહ્યા હતા કે 100 ટ્રેનો દોડશે તો ક્યાંકથી 50 ટ્રેનો દોડાવવાના સમાચાર આવી રહ્યા હતાં. રેલ્વે બોર્ડના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે તહેવારોની સીઝનમાં ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે 200 થી વધુ ટ્રેનો દોડાવવામાં આવશે અને જરૂર પડે તો સંખ્યામાં વધુ વધારો કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *