અંબાજી:કાર્મેલ સ્કૂલ પર ધર્મ પરિવર્તનના આક્ષેપને લઇ જિલ્લા શિક્ષણ તંત્રની ટીમ કાર્મેલ સ્કૂલમાં તપાસ માટે આવી..

511 Views

 

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

ધર્મ પરિવર્તન કરાવું એ મોટો ગુનો છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ને અડીને આવેલ કુંભારીયા વિસ્તારમાં ઇંગ્લીશ મીડીયમ કાર્મેલ સ્કૂલ પર કુંભારીયા ગ્રામ પંચાયતના સરપંચ ડુંગાઈશા ગોવાજી જુમાજી એ ધર્મ પરિવર્તન અને ગરીબ લોકોની જમીન પચાવી પાડવાના આકરા આક્ષેપ કર્યા છે ત્યારે આ આક્ષેપો પર મીડિયા દ્વારા અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ની ટીમ અંબાજી ખાતે તપાસ માં આવી પહોંચી હતી ત્યારે ડીપીઓ કચેરીના અધિકારી કરસનભાઈ પઢાર સહિતના અધિકારીઓએ કુંભારિયા ગ્રામ પંચાયત અને કાર્મેલ સ્કૂલ માં આવી અને આ મુદ્દે તપાસ કરી હતી ત્યારે આ અધિકારીઓ દ્વારા કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચ નું નિવેદન લેવામાં આવ્યું હતું અને સ્થાનિક ગામ લોકોનું પણ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવ્યો હતો ત્યારે ઇંગ્લીશ મીડીયમ કાર્મેલ સ્કૂલ ના પ્રિન્સીપાલ નું પણ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું અને નિવેદન લીધા બાદ અધિકારીઓ દ્વારા સ્કૂલમાં તપાસ પણ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ધર્મ પરિવર્તન એ મોટો ગુનો છે ત્યારે આ મુદ્દો એ હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે આ સ્કૂલના પ્રિન્સિપાલ પર આકરા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ત્યારે આ આક્ષેપોની શું છે હકીકત તે પણ તપાસ થાય તે હાલ જરૂરી બન્યું છે…

ડુંગાઈશા ગોવાજી જુમાજી સરપંચ ગ્રામ પંચાયત કુંભારિયા

અમારા વિસ્તારમાં આવેલ આ કાર્મેલ સ્કૂલ ના સંચાલકો અમારા વિસ્તારમાં જઈ ભોળી પ્રજાને ધર્મ પરિવર્તન કરાવી અને પોતાના ધર્મમાં લઈ જાય છે ત્યારે આ વિશે મેં લેખિતમાં શિક્ષણ અધિકારી કલેકટર અને સીએમ સુધી અરજી કરી છે ત્યારે અમે સૌ આપ સાહેબ શ્રી ને વિનંતી કરીએ છીએ કે આ ઘટના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવું જોઈએ આ સ્કૂલના સંચાલકો એ અમારા વિસ્તારના ભોળા લોકોનું ધર્મ પરિવર્તન કરાવી અને પોતાના ધર્મમાં લઈ રહ્યા છે એટલું જ નહીં આજુબાજુના ગરીબ લોકોની જમીન પણ આ સ્કૂલના સંચાલકોએ દબાવી પાડી છે તો અમે વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે ઊંડી તપાસ થાય અને જો તપાસ ન થાય અને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે શાળા બંધ કરીશું અને ધરણાં કરવા પડશે તો પણ અમે હિચકિચાઈશું નહીં તેવું ગોવાજી જુમાજી ડુંગાઈશા કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું ..

ઝાલોદ – લીમડીમાં પોલીસને પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો મળી આવી.

 

કુંભારિયા કાર્મેલ સ્કૂલના પ્રિન્સિપાલ

અમે અંબાજી ખાતે 30 વર્ષથી રહીએ છીએ અને અમે શાળા ચલાવીએ છીએ અમે કોઈ જાતનું એક પણ માણસ નું ધર્મ પરિવર્તન કરાવ્યું નથી સરપંચ દ્વારા લગાવેલા આક્ષેપો તે તદ્દન ખોટા છે અમે એક પણ માણસ નું ધર્મ પરિવર્તન કરાવ્યું નથી…

અગત્યની બાબતો તપાસનો વિષય

જ્યારે ડીપીઓ કચેરીથી આ મુદ્દે તપાસ આવી ત્યારે મીડિયા સાથે રહી અને સ્કૂલમાં તપાસ કરતા સ્કૂલ ની ઓફિસ કે પછી  રૂમ ની અંદર ન કોઈ ભગવાન કે ન કોઈ સહીદ કે ન કોઈ સ્વતંત્ર સેનાની સહિત કોઈપણ ભારતના વીર જવાનો નાં ફોટો જોવા મળ્યો ન હતો ત્યારે સ્કૂલની ઓફિસની અંદર ઓફિસ માં પડેલી તિજોરી પર પણ ખ્રિસ્તી ઇસ્યુ નો ફોટો જ જોવા મળ્યો હતો ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ શાળાની અંદર શું ખિસ્તી ધર્મ ને વધારે પ્રાયોરીટી આપવામાં આવે છે કે પછી કેમ ? એટલું જ નહીં સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે આ શાળાના સંચાલકો હિન્દુ કે ભારતીય સંસ્કૃતિને લઈ કોઈ જ જાતની પ્રાર્થના કરાવતા નથી આ સ્કૂલના સંચાલકો ગોડ પ્રેયર કરાવે છે ત્યારે મીડિયા અને ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તમે આ શાળા માં હિન્દુ અને ભારતીય સંસ્કૃતિ ની પ્રાર્થના કરાવો ત્યારે સ્કૂલ ના પ્રિન્સીપાલ એ ચોખ્ખા શબ્દોમાં ઘસીને ના પાડી કે અમારા ત્યાં આવી કોઈ જ પ્રાર્થના કરવામાં આવશે નહીં એટલું જ નહીં મીડિયા દ્વારા પૂછવામાં આવ્યો કે શું તમે સરસ્વતી માતા નો ફોટો સ્કૂલમાં લગાવશો તો તેમને ચોખ્ખા શબ્દોમાં ઘસીને ના પાડી દીધી કે અમે આવું કરીશું નહીં કારણ કે જે સ્કૂલના સંચાલકો જે ધર્મના હોય છે તે સ્કૂલમાં તે જ રીતે ના ફોટા અને પ્રાથના કરવા માં આવતી હોય છે ત્યારે અમારા ટ્રસ્ટી અને જે ટ્રસ્ટ છે તે બધા લોકો ખ્રિસ્તી છે તો અહીં આગળ એવા કોઈ ફોટા કે પછી તેવી કોઈ પ્રાર્થના અમે કરાવી શકીશું નહીં…

અંબાજીનાં લોકોનું શું છે મંતવ્ય

સ્થાનિક લોકોનું માનવું છે કે આ વાત છે જે ધર્મ પરિવર્તન અને તે અનેકવાર વેગે ચડી છે અને ચર્ચાસ્પદ બની છે ત્યારે હોઈ શકે આ સ્કૂલના સંચાલકો ધર્મ પરિવર્તન કરાવતા હોય તેવું પણ બની શકતું હોય છે ત્યારે સ્થાનિકોની પણ એવી માંગ છે કે આ મુદ્દે તંત્ર તપાસ કરે અને જે હકીકત હોય તે બહાર કાઢે તે હાલ આ મુદ્દે જરૂરી બન્યું છે ત્યારે સ્થાનિક નું પણ એકજ મંતવ્ય કે આ મુદ્દે ઊંડી તપાસ થવી જોઇએ અને હકીકત બહાર આવી જોઈએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *