75માં સ્થાપના દિવસ સમારોહમાં અચાનક રડવા લાગ્યા તાનાશાહ કિમ જોંગ ઉન, જાણો કારણ

877 Views

નોર્થ કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને કોરોના મહામારી દરમિયાન દેશની યોગ્ય રીતે દેખભાળ નહી કરી શકવાને લઈને માફી માંગી છે. સત્તાધારી પાર્ટી 75માં સ્થાપના દિવસ સમારોહમાં સંબોધન દરમિયાન દેશના સંઘર્ષની પ્રશંસા કરતા તાનાશાહ કિમ જોંગ ઉન ભાવુક થયાં અને તેને આંસુ છલકી આવ્યા.કિમે કહ્યું કે, આપણાં લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો. જનતાએ આકાશ જેટલો વિશાળ અને સમુદ્ર જેટલો ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો. પરંતુ મને લાગે છે કે વિશ્વાસ બહાલીનું આ કામ હું યોગ્ય રીતે કરી શક્યો નહી અને તે માટે હું માફી માંગુ છું.તેમણે કહ્યું કે, તેમને દેશનું નેતૃત્વ કરવાની જે મહત્વપૂર્ણ જવાબદારી મળી તે કિમ ઈલ સુંગ અને કિમ જોંગ ઈલ જેવા મહાન કામરેડ વારસા સાથે જોડાયેલી હતી પરંતુ પ્રયાસો અને ઈમાનદારીમાં કમીથી તેઓ જનતાની મુશ્કેલી દુર કરી શક્યા નહી જ્યારે આ જવાબદારી તેમના પિતા અને દાદાએ બખુબી નિભાવી હતી.

 

 

દક્ષિણ કોરિયન અધિકારિઓએ વિકેન્ડ પર ઉત્તર કોરિયન નેતા કિમ જોંગની તમામ ટિપ્પણીઓને એક છૂપા સંકેત તરીકે લીધો છે. જ્યારે તેમણે નોર્થની સૈન્ય અને રોકેટની પ્રદર્શનીને લઈને ચિંતા વ્યક્ત કરી છે કે હાલ આ શાંતિ કોઈ આવનારા મોટા તોફાનનો સંકેત આપી રહી છે.દક્ષિણ કોરિયન સત્તાધારી પાર્ટીના નેતા અને પૂર્વ વડાપ્રધાન લી નાક યોને કહ્યું કે, તેમને કિમના ભાષણ દરમિયાન દક્ષિણ કોરિયાની સાથે સંબંધોને લઈને પોઝિટિવ સંકેત મળવાની આશા હતી પરંતુ નવા હથિયારોના પ્રદર્શનથી ઉત્તર કોરિયાના ઈરાદાઓ વિશે તેને ચિંતા થઈ રહી છે.કિમ જોંગે દેશ માટેની મહત્વપૂર્ણ તારીખોમાંથી એક તારીખના રોજ સૈન્ય હથિયારોનું પ્રદર્શન કર્યું હતું. તેનાથી સમગ્ર કોરિયન દ્વીપકલ્પમાં તણાવ વધવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *