મહેસાણામાં IPL ક્રિકેટમાં સટ્ટો રમાડતાં 6 જુગારીઓ સાથે 8.91 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા – કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCB બાતમી આધારે મોટીદાઉ ગામની સીમમાં બંગ્લોઝના કોટેઝમાંથી આઈપીએલ પર ક્રીકેટ સટ્ટો રમાડતાં લોકોને ઝડપી પાડ્યા હતા. ચોક્કસ બાતમી આધારે LCB એ રેઈડ કરી સ્થળ ઉપરથી 6 લોકોને ઝડપી પાડ્યા હતા. LCBએ કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ, મોબાઈલ, લેપટોપ અને કાર મળી કુલ કિમત રૂ. 8,91,490નો મુદ્દોમાલ ઝડપી પાડી મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યાવ્યો હતો.
મહેસાણા નજીક મોટીદાઉની સીમમાં બ્લિસ વોટરપાર્કની સામેના સ્થાપત્ય બંગ્લોઝના કોટેઝ નં – 7માં LCBએ રેઈડ કરી હતી. LCBએ ચોક્કસ બાતમી આધારે કોટેઝમાં રેઈડ કરી હતી. જેમાં પેટલ દેવેશ ઉર્ફે દેવો અશોકભાઈ પટેલ, નવાપરા છેલ્લી લાઈન મહેસાણાવાળો IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હતો. જેથી પોલીસે અચાનક રેઈડ કરી તમામ 6 લોકોને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે મહેસાણા LCB દ્વારા સતત દારૂ-જુગાર કેસમાં સક્રિયતા દાખવી કાર્યવાહી કરાતાં બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. LCBએ સ્થળ પરથી ઝડપાયેલા ઈસમો પાસેથી રોકડ રકમ કિંમત રૂ. 14,390 મોબાઈલ ફોન નંગ – 6 કિંમત રૂ. 1,25,000, લેપટોપ-ચાર્જર કિંમત રૂ. 25,000, ટીવી કિંમત રૂ. 10,000, વાઈફાઈ રાઉટર કિંમત રૂ. 2,000, વાહનો નંગ – 2 કિંમત રૂ. 7,15,000 મળી કુલ કિંમત રૂ. 8,91,490નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહેસાણા તાલુકા પોલીસે તમામ ઈસમો સામે જુગાર અટકાયતિ અધિનિયમની કલમ 4, 5 અને આઈટી એક્ટની કલમ 65 મુજબ ગુનો વધુ તપાસ હાથ ધી છે.
ઝડપાયેલા ઈસમોના નામ
1. પટેલ દેવેશ ઉર્ફે દેવો અશોકભાઈ, રેહ. નવાપરા, છેલ્લીલાઈન, મહેસાણા
2. પટેલ નીશીતકુમાર ચંદ્રકાન્તભાઈ, રહે. દુર્ગાનગર સોસાયટી, ઉંઝા
3. પટેલ ચિતનકુમાર પ્રહલાદભાઈ, રહે. ઉમતાનગર સોસાયટી, ધોબીગાઢ, મહેસાણા
4. પટેલ કિરીટભાઈ ભાયચંદભાઈ, રહે. જુનાપરા, ત્રીજી ઓળ, મહેસાણા
5. પટેલ જીગરભાઈ હસમુખભાઈ સોમાભાઈ, રહે. મનોહરપાર્ક સોસાયટી, સાંઈબાબા રોડ, મહેસાણા
6. ખરે અનુરાગ વિનોદકુમાર કાલીચરણ, રહે. સ્થાપત્ય બંગ્લોઝ, કોટેઝ નં-7, નાનીદાઉની સીમમાં, તા. મહેસાણા