દાહોદ – દેવગઢ બારીયાના રૂપારેલ ગામના નાગરિકો દ્વારા બક્ષીપંચના સભ્યોની બેઠક ફાળવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

280 Views

દાહોદ  – જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રૂપારેલ ગામના ગ્રામજનો દ્વારા વોર્ડ નંબર 1 અને 2માં બક્ષીપંચના સભ્યોની બેઠક ફાળવવા બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

આવેદન પત્રમા જણાવ્યા અનુસાર રૂપારેલમાં વોર્ડ નંબર 1 અને 2માં તમામ બક્ષીપંચના રહીશો રહે છે અને કોઈ આદિવાસી કે અનુસુચિત જનજાતિના લોકો ન રહેતા જેથી આ ગામના લોકો દ્વારા ગ્રામપંચાયત રૂપારેલમાં આ બે વોર્ડમાં બક્ષીપંચના સભ્યોની બેઠક ફાળવવા રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *