નાણા પ્રધાનની જાહેરાત – દશહેરા પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી

634 Views
  • તહેવાર ઉજવવા 10 હજાર એડવાંસ
  • LTCના બદલે કેશ વાઉચર

નવી દિલ્લી – કોરોનાથી પ્રભાવિત અર્થતંત્રમાં તેજી લાવવા માટે કેન્દ્ર સરકારએ બજારમાં ડિમાંડ વધારવા માટે સોમવારે જાહેરાત કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારણએ કહ્યું કે બધા કેન્દ્રીય કર્મચારીઓને 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાંસ મળશે. આ કર્મચારીઓ માટે LTC કેશ વાઉચર સ્કીમ લાવ્યા છે. આ અંતર્ગત જે કર્મચારી LTC કેશ ભાડુ ભથ્થું ન લેવા માંગતા હોય તેવઓ તેના બદલે કેશ વાઉચર લઈ શકશે.

રાજ્ય સરકારોને 50 વર્ષ સુધી વગર વ્યાજે 12 હજાર કરોડની લોન મળશે. ઈન્ફ્રાસ્ટચર વિકાસ માટે પણ 25 હજાર કરોડ રૂપિયા વધારાના ખર્ચ કરશે. નાણા પ્રધાનએ કહ્યું કે રાજ્ય અને પ્રાઈવેટ કંપનિયા પણ ઈચ્છે તો ફેસ્ટિવલ એડવાંસ અને LTC કેશ વાઉચર જેવી યોજનાઓનું લાભ પોતાના કર્મચારીઓને આપી શકે છે.

LTAનો 3 ગણો શોપિંગ જરૂરી

  • વર્ષ 2018-21 વચ્ચે એક વખત LTC રજાના બદલે કેન્દ્ર, PSU, સરકારી બૈંક કર્મિઓને કેશ વાઉચરનો વિકલ્પ મળશે.
  • જેટલું LTA બને તેનું ત્રણ ગણો સામાન/સેવાઓ ખરીદવી પડશે. પેમેંટ ડિજિટલ મોડતી કરવાની રહેશે સાથે સાથે બિલ પણ દેખાડવું પડશે.
  • જે વસ્તુઓ પર 12 ટકા અથવા વધું GST હોય તેજ વસ્તુઓ ખરીદી સકાશે, વાઉચર 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *