એસિડ એટેક – યુપીના ગોંડામાં સુઈ રહેલી ત્રણ બહેનો પર એસિડ ફેંક્યું, હોસ્પિટલમાં દાખલ

1,413 Views

યુપીમાંવહીવટીતંત્ર દ્વારા મહિલાઓ સામેના ગુનાઓ ઘટાડવાનો દાવો કરે છે, તેમ છતાં પણ આવી જઘન્ય ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. છેલ્લો કિસ્સો ગોંડા જિલ્લાનો છે.

જ્યાં સોમવારે રાત્રે ત્રણ બહેનો પર એસિડ ફેંકી દેવામાં આવ્યું હતું. આ હુમલામાં દાઝી ગયેલી બહેનોનું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હુમલો ત્રણેય બહેનો ઘરમાં સૂતી હતી તે સમયે થયો હતો. સોમવારે રાત્રે જિલ્લાના પસકા ગામે એક પરિવારની ત્રણ દિકરીઓ ધાબા પર સૂઈ રહ્યી હતી. ત્યારે એક યુવાન છત પર ચઢ્યો અને મોટી પુત્રી પર એસિડ ફેંકી દીધું. જેને કારણે મોટી પુત્રી સહિત નજીકમાં હાજર અન્ય બે પુત્રીઓ પણ દાઝી ગઈ હતી. ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી પુછપરછ કરી રહી છે.

પરસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાસકા ગામમાં રહેતા ગુરઈ પ્રસાદને ત્રણ પુત્રીઓ છે. મોટી પુત્રી ખુશ્બુ (19), મધ્યમ પુત્રી કોમલ (07) અને નાની પુત્રી આંચલ (05).ત્રણે પુત્રીઓ સોમવારે રાત્રે તેમના ઘરના ધાબા પર સૂઈ રહી હતી. ત્યારે મોડી રાત્રે ગામનો એક યુવાન ધાબે ચઢ્યો અને તેની મોટી પુત્રી ખુશ્બુ પર એસિડ ફેંકી દીધું હતું. જેના કારણે તે દાઝી ગઈ હતી.

એસિડ એટેકને પગલે કોમલ અને આંચલ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન પરસપુરના સબ ઈન્સ્પેક્ટર રામ આશિષ યાદવે જણાવ્યું હતું કે ત્રણેય પુત્રી પર એસિડ ફેંકી દેવાના સમાચાર મળ્યા છે. તપાસ બાદ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *