બનાસકાંઠા – થરા – મૃતકની લાશને લઈ પરિવારજનો પહોંચ્યા પોલીસ સ્ટેશન, જાણો કેમ………

1,808 Views

બનાસકાંઠા – ગઈ કાલે કોરોના મહામારી વચ્ચે થરા પોલીસ મથકે કાંકરેજ તાલુકાના ગામના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગામમાં કોઈ કારણસર બબાલને અંતે દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિની અટકાયત કરાઈ હતી. જે બાદમાં રાત્રે તેમની તબિયત લથડતા સારવાર કરાવી પહેલી સવારે જામીન આપવામાં આવ્યા હતા. જોકે આ યુવક ઘરે પહોંચે તે પહેલા જ તેનું ગાડીમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારજનોએ મૃતકની લાશને પોલીસ મથકે લાવી આરોપી સામે ગુનો નોંધવા માંગ કરી છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે ગઈકાલે ગાડી ઉભી રાખવાની બાબતે માથાકૂટ થઈ હતી. જેમા ગામના દિનેશજી મેવાજી ઠાકોર અને દશરથભાઈ ઠક્કર અને અમરતભાઈ ઠક્કર સાથે ટ્રક પાર્કિંગને લઈ બોલાચાલી થઈ હતી. જે બાદમાં દિનેશજી મેવાજી ઠાકોરની ગતરાત્રે થરા પોલીસે દારૂના કેરમાં અટકાત કરી હતી. જેમાં રાત્રે તેમની તબિયત લથડતા તાત્કાલિક રેફરલમાં સારવાર કરાવી અને વહેલી સવારે તેમના પરિવારને બોલી જામીન પર મુક્ત કર્યા હતા. જોકે પોલીસ સ્ટેશનની ઘરે પહોંચે તે પહેલાં જ દિનેશજીનું મોત થતાં ચકચાર મચી ગયો છે.

બીજી તરફ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગઈ કાલે ઠક્કર વ્યક્તિઓ સાથેની મારામારીને કારણએ દિનેશજીનું મોત થયું હતું. જેને લઈ પરિવારજનો લાશને લઈ થરા પોલીસ મથકે પહોંચતા દિયોદરર ડીવાયએસપી ચૌધરી પહોંચ્યા હતા. જ્યાં તેમને થરા રેફરલ હોસ્પિટલમાં મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ તરફ થરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનો ઘેરા શોકમાં ગરકાવ લઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *