ગ્રહમંત્રી અમિત શાહ 7 મહિના બાદ આજે ગુજરાતમાં આવ્યા

320 Views

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 મહિના બાદ ગુજરાત આવ્યા છે. તેઓ 17મી ઓક્ટોબર સુધી રાજ્યમાં ચાર દિવસ રોકાણ કરશે. આ અગાઉ તેઓ 17મી ઓક્ટોબરે રાજ્યમાં આવવાના હતા, પરંતુ તેમના પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે અને આજે સાંજે જ અમદાવાદ આવી પહોંચશે. લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે 4 વાગે અમદાવાદ આવશે. તા.17મી સુધી અમિત શાહનો પડાવ ગુજરાતમાં રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અમિત શાહ ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓક્ટોબરે આવવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. તેઓ વિધાનસભા ચૂંટણીને લઈને બેઠકો કરે એવી શક્યતા સેવાઈ રહી છે. 17મી ઓક્ટોબરે પરત દિલ્હી ફરે એવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા શનિ-રવિ અમદાવાદ આવવાના હતા. તેઓ નવરાત્રિનું પર્વ હોવાથી પોતાના વતન માણસા ખાતે પૂજા તેમ જ આરતીમાં ભાગ લેવા ગુજરાતમાં બે દિવસનું રોકાણ કરવાના હતા. અમિત શાહ દર નવરાત્રિએ પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી-પૂજામાં ભાગ અવશ્ય લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *