કોડીનારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સ્થાનિક રાજકીય આગેવાન પર આરોપ.

1,944 Views

હાથરસની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં કોડીનાર પંથકમાં સગીરા પર રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલાએ દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો 14 વર્ષની સગીરા ઉપર કોડીનારના રાજકીય અગ્રણીએ સગીરાના મામાની મદદથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સગીરાનાં દાદીએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત અનુસાર, 14 વર્ષની સગીરા તેના નાની સાથે કોડીનાર રહેતી હતી. નાની સાથે રહેતી ભાણેજને તેના મામાએ ફાર્મ હાઉસમાં કામ કરવાના બહાને મોકલી હતી, જ્યાં સ્થાનિક રાજકીય આગેવાન પ્રવીણ ઝાલાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ સગીરાનાં દાદીને થતાં એ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહત્ત્વનું છે કે સગીરાનાં નાની જ્યાં ભાડે રહેતાં હતાં ત્યાં અગાઉ કૂટણખાનું ચાલતું હતું. ભોગ બનનાર સગીરાના મામા કોડીનારના પ્રવીણ ઝાલાને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા હોઈ, જેથી તેને કામ કરવાના બહાને ફાર્મ હાઉસ પર બોલાવી હતી. હાલ તો પોલીસે પ્રવીણ ઝાલા નામના શખસ સહિત સગીરાના મામા, નાની અને મકાનમાલિક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ચાર શખસે દુષ્કર્મ આચરી જીભ કાપી નાખી હતી. બાદમાં આ યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *