રાજકોટ – 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, રાજકીય અગ્રણી પર આરોપ મુકયો

2,059 Views

રાજકોટકોરોના સંકટનો સમય ચાલી રહ્યો છે તેવામાં આખા દેશમાં મહિલા બાળાત્કારના કિસ્સાઓ મિડીયામાં જોવાઈ રહ્યા છે. આવોજ કિસ્સો ગુજરાત રાજ્યના કોડિનારથી દુષ્કર્મ સામે આવ્યો છે. કોડિનારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું છે. તો કોડિનારના સ્થાનિક રાજકીય આગેવાલ પર આરોપ મુકાયો છે. પીડિતાની દાદીએ કોડિનાર પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે. પોલીસે કોડિનારના પ્રવીણ ઝાલા નામના શખ્સ સહિત પિડીતાની નાની અને મામા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો  છે. પોલીસે પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ફરિયાદને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે. બનાવની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સમાજની સામે આવશે.

            કોડીનાર પંછકમાં સગીરા પર રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલાએ દુષ્કર્મ આચરતાં સસ્ત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 14 વર્ષની સગીરા તેના નાની સાથે કોડિનારમાં રહેતી હતી. સગીરાના મામાએ તેને ફાર્મ હાઉસ પર કામે મોકલી હતી. જ્યાં પ્રવીણ ઝાલાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર સગીરાના મામા પ્રવીણ ઝાલાને ત્યાં ડ્રાઈવરનું કામ છે. હાલ પોલીસે પ્રવીણ ઝાલા અને સગીરાના મામા, નાની અને મકાન માલિક સામે ગુનો નોંધ્યો છે.

આવી જ બીજી ઘટના જોઈએ તો…..

            ડભોઈ તાલુકાની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા ગામમાં સરેરાટી મચી ગઈ છે. ગામના જ એક યુવકે સગીરા સાથ વાંરવાર દુષ્કર્મ આચરીને તેને માતા બનાવી છે. ઓછું ભણેલી સગીરાનો યુવકે ફાયદો ઉઠાવ્યો હતો. ત્યારે સગીરાને માતાએ ડભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ ડભોઈ પોલીસે સમગ્ર મામલો દબાવી સમાધાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *