એપલ ‘Hi Speed’ ઇવેન્ટ: 5G સાથેની નવી આઇફોન 12 સિરીઝ લોન્ચ થઈ

2,044 Views

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ એપલની ‘હાઇ, સ્પીડ’ ઇવેન્ટ સંપન્ન થઈ ચૂકી છે. આ ઇવેન્ટમાં જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી હતી એ આઇફોન 12 વિથ 5G કનેક્ટિવિટી પણ રિલીઝ થઈ ગયો છે. ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડાદસ વાગ્યે શરૂ થયેલી આ ઇવેન્ટની આગેવાની એપલના CEO ટિમ કૂકે લીધી હતી. એમાં આઇફોન 12ની આખી રેન્જ અને સ્માર્ટ બ્લુટૂથ સ્પીકર ‘હોમપોડ મિની’ પણ લૉન્ચ કરવામાં આવ્યાં હતાં. એપલ કંપનીએ પોતાનો બ્રાન્ડ ન્યૂ આઈફોન 12 લૉન્ચ કરી દીધો છે. કટિંગ ઍજ 5G ટેક્નોલોજીથી સજ્જ આ આઈફોનમાં એલ્યુમિનિયમના ફ્લેટ ઍજ આપવામાં આવ્યા છે. આ નવો આઈફોન અગાઉના આઈફોન 11 કરતાં 11% પાતળો, 15% નાનો અને 16% હળવો છે. એને બ્લેક, વ્હાઇટ, બ્લુ, રેડ અને ગ્રીન એમ પાંચ કલર વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોનમાં XDR OLED રેટિના ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. એની પિક્સલ ડેન્સિટી 460 પિક્સલ પર ઇંચ છે. સ્ક્રીન સેફટી માટે કોર્નિંગનું નવું સિરામિક શીલ્ડ આપવામાં આવ્યું છે. આ ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. એની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. 5G કનેક્ટિવિટી માટે કંપનીએ પોતાની iOS ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓપ્ટિમાઈઝ કરી છે. આ ફોનમાં XDR OLED રેટિના ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. એની પિક્સલ ડેન્સિટી 460 પિક્સલ પર ઇંચ છે. સ્ક્રીન સેફટી માટે કોર્નિંગનું નવું સિરામિક શીલ્ડ આપવામાં આવ્યું છે. આ ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. એની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. 5G કનેક્ટિવિટી માટે કંપનીએ પોતાની iOS ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓપ્ટિમાઇઝ કરી છે.
એપલની આ ‘હાઈ, સ્પીડ’ ઈવેન્ટ ઇન્ટરનેટ પર જોવા માટે આપને એપલની સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર જવું પડશે. ત્યાં Apple Event – October 13 નામના વિડિયો પર ક્લિક કરવાનું રહેશે. આ ઉપરાંત કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ આપ આ ઈવેન્ટ જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *