2018ની પંચાયત ચૂંટણીથી અત્યાર સુધીમાં 100 નેતાઓની હત્યા

757 Views

1999થી 2016 વચ્ચે પશ્ચિમ બંગાળમાં દર વર્ષે સરેરાશ 20 રાજકીય હત્યાઓ થઈ છે, જેમાં સૌથી વધુ 50 હત્યા 2009માં થઈ. 1988-89ના સમયગાળા દરમિયાન થયેલી હિંસામાં 86 કાર્યકર્તાઓના મોત થયા, જેમાંથી 34 માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના હતા અને 19 કોંગ્રેસનાપશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં જેની લાઠી તેની ભેંસની તર્જ પર હિંસાની રાજનીતિ સતત ઉગ્ર બની રહી છે. સત્તાના બંને દાવેદાર એટલે કે સત્તારૂઢ પાર્ટી તૃણુમૂલ કોંગ્રેસ અને ભાજપ પોતપોતાની જમીનને મજબૂત કરવા માટે હિંસાનો સહારો લઈ રહી છે. જો કે, બંને પાર્ટી આ માટે એકબીજાને જવાબદાર ગણાવે છે. ભાજપ કાયદા અને વ્યવસ્થા કથળી ગયા હોવાનો આરોપ લગાવે છે તો તૃણુમૂલ કોંગ્રેસ તેમના પર સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવે છે. ગત સપ્તાહે ભાજપના કોર્પોરેટર મનીષ શુક્લની હત્યા પછીથી રાજ્યનું રાજકીય વાતવરણ વધુને વધુ ગરમાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસાનો ઈતિહાસ ઘણો જ જૂનો છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સત્તારૂઢ પાર્ટીને કોઈ વિપક્ષી પાર્ટીથી પડકાર મળે છે તો હિંસાની ઘટનાઓમાં વધારો થાય છે. આ સિલસિલો ડાબેરી અને તેની પહેલાં કોંગ્રેસની સરકારના સમયગાળામાં પણ જોવા મળ્યો. આ કડીમાં હવે તૃણુમૂલ કોંગ્રેસને ભાજપ તરફથી મળતા પડકારને પગલે રાજ્યમાં અનેક જગ્યાએ હિંસાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.
કોરોના અને તેના કારણે થયેલા લોકડાઉનમાં પણ આવી ઘટનાઓ પર અંકુશ નથી જોવા મળ્યો. ગત ત્રણ મહિનામાં ભાજપના ઓછામાં ઓછા છ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઉત્તર દિનાજપુર જિલ્લામાં હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રાય પણ સામેલ છે. ભાજપે તે માટે તૃણુમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું હતું. જો કે, પોલીસે શબની પાસેથી સ્યૂસાઈડ નોટ મળી હોવાનો દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *