હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે દીવાલ ધસી પડી, નવજાત શિશુ સહિત 9 લોકોના મૃત્યુ

901 Views

હૈદરાબાદમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદના પગલે મોટો અકસ્માત સર્જાયો છે. બદલાગુડામાં દીવાલ ધસી પડતા 2 મહિનાના બાળક સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના મંગળવારે મોડી રાતે જૂના શહેર ચંદ્રમુત્તા પોલીસ સ્ટેશન હદમાં મોહમ્મદિયા હિલ્સ વિસ્તારમાં ઘટી. એક દીવાલ 10 ઘરો ઉપર તૂટી પડી. અકસ્માત બાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(GHMC), એસડીઆરએફ, અને પોલીસના અધિકારીઓ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને રાહત તથા બચાવકાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ કાટમાળમાં ફસાયેલા 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. અકસ્માત બાદ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
હૈદરાબાદમાં ભારે વરસાદે ખુબ કેર વર્તાવ્યો, અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 25 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ પણ પાણીના વહેણમાં વહી જવા માડી. રસ્તાઓ પર નાળાની જેમ પાણી વહેવાના કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા અને સ્થાનિક લોકોની મદદ માટે SDRF અને ફાયર વિભાગની ટીમો કામે લાગી છે. SDRFની ટીમ શહેરમાં ઘૂમી ઘૂમીને લોકોને રેસ્ક્યુ કરવામાં લાગી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પૂરના હાલાત પર રિપોર્ટ માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *