દાહોદ – ઝાલોદ નગરપાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલરની હત્યા માટે ઝાલોદના અજય કલાલે હત્યા માટે આપી હતી સોપારી

2,692 Views

તા:-૧૪/૧૦/૨૦૨૦

ઝલોદ – કોરોના મહામારી વચ્ચે ઝાલોદના પૂર્વ કાઉન્સિરના મોત મામલે નવો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. જેમાં ઝાલોદના જ ઈસમે ચાર લાખ આપી હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. આ અંગે દાહોદ એલ. સી. બી. ગોધરા સાયબર ક્રાઈમ સહિતની ટિમોએ પર્દાફાશ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હજી તપાસમાં વધું નામ આવવાની શક્યતા છે.

આરોપી ઝાલોદનો અજય કલાલે ચાર લાખ આપી હત્યા કરાવી તેણી ઝાલોદના નગરમાં જાણ થતાં આજે આખા ઝાલોદમાં બજાર બંધ રહ્યું છે. ગામના ટોડાએ ટોડા રોડ ઉપર આવી ગયા છે.

ઝાલોદ નગરપાલીકાના કાઉન્સિલર શ્રી હિરેનભાઇ કનુભાઇ પટેલ નાઓના શંકાસ્પદ અકસ્માતના મોતનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને પકડી પાડી પ્લાનીંગ પૂર્વકના મર્ડરના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન  પંચમહાલ રેન્જ, ગોધરા નાઓને મળેલ સફળતા.

તા.૨૭/૦૯/૨૦૨૦ ના કલાક.૦૫/૩૦ વાગ્યાથી કલાક ૦૬/૪૫ દરમ્યાન મોજે.ટીંટોડી આશ્રમની સામે ઝાલોદથી દાહોદ જતા રોડ ઉપર  હિરેનભાઈ કનુભાઈ જાતે પટેલ ઉ.વ/૪૮  નાઓ વોકીંગ કરવા નીકળેલ તે વખતે કોઈકે રાજકીય અદાવત રાખી અથવા કોઈ  વાહનથી  ઈરાદાપુવૅક ટકકર મારીને માથાના પાછળના ભાગે ઈજા થવાથી મોત નીપજાવતા  જે બાબતે  શ્રીપંથકુમાર હિરેનભાઈ જાતે પટેલ રહે.ઝાલોદ નાઓએ જાહેરાત આપતા  ઝાલોદ પો.સ્ટે અ.મોત.નં.૧૮/૨૦૨૦ સી.આર.પી.સી. કલમ.૧૭૪ મુજબ નોધી આ શંકાસ્પદના મોતની તટસ્થ તપાસ કરવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓએ તપાસ  નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલોદ વિભાગ ઝાલોદ નાઓને  સોપવા હુકમ કરેલ.

આ શંકાસ્પદ અકસ્માત મોતની ગંભીરતા સમજી મે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ,પંચમહાલ,ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી હિતેષ જોયસર સાહેબ નાઓએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરી બનાવનું સાચું કારણ બહાર લાવવા તેમજ સઘળા પુરાવા એકત્રીત કરવા દાહોદ એ.એસ.પી.શ્રી સૈફાલી બરવાલ, ડી.વાય એસ.પી.શ્રી બી.વી. જાધવ, એલ.સી.બી.પી.આઇ શ્રી બી.ડી.શાહ, સાઇબર ક્રાઇમ પોલીસ  ઇન્સ્પેકટર શ્રી એચ.એન.પટેલ તેમજ એસ.ઓ.જી.પી.આઇ બી.આર. સંગાડા , પો.સ.ઇ.શ્રી પી.એમ.મકવાણા  તથા પો.સ.ઇ. શ્રી આઇ. એ. સીસોદીયા, નાઓની ટીમની રચના કરવામા આવેલ.

આ બનાવ શોધી કાઢવા સારૂ આ ટીમો સી.સી.ટી.વી કેમેરાના માધ્યમથી સતત કાર્યરત હતી જેનું સતત મોનીટરીંગ પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓ કરી રહેલ હતા દરમ્યાન ઝાલોદ, દાહોદ રોડ ઉપર બનાવવાળી જગ્યા નજીક આવેલ પેટ્રોલ પમ્પ ઉપરના સી.સી.ટી.વી ફુટેજ ઝીણવણ ભરી રીતે અભ્યાસ કરતા જોવા મળેલ કે બનાવ પહેલા એક સફેદ કલરની બોલેરો જીપ ગાડીની હીલચાલ શંકાસ્પદ જણાઇ આવેલ જે ગાડી ત્રણ વખત સી.સી.ટી.વી ફુટેજમા અવર જવર થયેલાની હાજરી પ્રસ્થાપિત થયેલ તેમજ તેની આગળ આવેલ  સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા મૃતકશ્રી હિરેનભાઇ પટેલનાઓ મોર્નીંગ વૅાકમા ચાલતા જતા જણાઇ આવેલ તેઓની પાછળ ૫૦ મીટર દૂર અન્ય એક ઇસમ પણ ચાલતો મોર્નિંગ વૅાકમા જણાઇ આવેલ જે ઇસમને શોધી કાઢી તેની પૂછપરછ કરતા  મૃતક હિરનેભાઇને સફેદ કલરની બોલેરો પીકઅપ ડાલા ગાડીથી પાછળથી ટક્કર મારી નાસી ગયેલાની હકિકત જાણવા મળેલ.

જે બોલેરો પીકઅપ ડાલા ગાડી સી.સી.ટી.વી.કેમેરામા  રૂટમા આવેલ અને સી.સી.ટી.વી    કેમેરાના ટાઇમીંગ સાથે મેચ થયેલાનું જણાયેલ જેથી મૃતકનું મોત બોલેરો પીકઅપ ડાલા ગાડીથી ટક્કર મારવાથી થયેલાનું પ્રસ્થાપિત થયેલ જેથી આ ટીમોએ એમ.પી, રાજસ્થાન તરફથી પ્રવેશતા ટોલટેક્ષ ઉપર બોલેરો ગાડી તેમજ મહીન્દ્રા પીકઅપ ડાલા ગાડીની માહિતી મેળવવા તપાસ હાથ ધરેલ  જેથી પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓની સુચના આધારે રાજસ્થાન રાજયમા આવેલ  બાંસવાડા, જયપુર, ડુંગરપુર, તેમજ મધ્યપ્રદેશમા રતલામ થાંદલા,કુક્ષી, ઉજ્જૈન, ઇન્દૈાર  વિગેરે શહેરોમા  અકસ્માતમા ઉપયોગ થયેલ શંકાસ્પદ વાહનો તેમજ ઇસમોની તપાસ કરવામા આવેલ.

આ બનાવ બાબતે મે.ડી.જી.પી.સા.ગુ.રા.ગાંધીનગરનાઓએ અંગત રસ લઇ સતત સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ અને આ બનાવ શોધી કાઢવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની  ટીમોને પણ દાહોદ પોલીસ સાથે મદદમા મોકલી આપેલ તેમજ નાયબ  પોલીસ મહાનિરીક્ષકશ્રી પંચમહાલ ગોધરા રેન્જનાઓની સુચના મુજબ  ગોધરા એલ.સી.બી.ટીમ પણ આ તપાસમા ભેદ ઉકેલવા માટે હયુમન ઇન્ટેલીજન્સના  માધ્યમથી  સહકાર  પુરૂ પાડેલ.

આ ટીમોએ  શંકાસ્પદ સફેદ કલરની બોલેરો ગાડીની તેમજ મહિન્દ્રા પીકઅપ ડાલા  ગાડીની માહિતી મેળવવા દાહોદ લીમડી વરોડ ટોલટેક્ષ ઉપર બનાવના દિવસે તપાસ કરતા શંકાસ્પદ બોલેરો ગાડી દાહોદ તરફથી ઝાલોદ તરફ પસાર થયેલ જે ગાડી ઉપર ખાનગી લાઇટો ફીટ કરેલાનું જણાઇ આવેલ જે ગાડી બનાવ બાદ પરત તે જ ટોલટેક્ષ ઉપરથી પસાર થયેલાનું સી.સી.ટી.વી.ફુટેજમા જણાઇ આવેલ જેનો નં MP.09 CK.4981 નો પ્રસ્થાપિત થયેલ આ શંકાસ્પદ બોલેરો ગાડી ના માલીક સુધી પહોચવા તાત્કાલીક એલ.સી.બી.,પેરોલ ફર્લોની ટીમોએ મધ્યપ્રદેશ ઉજ્જૈન જીલ્લાના મહેદપુર ગામે થી વાહન માલીકને શોધી કાઢેલ જેઓની પૂછપરછમા પોતાની બોલેરો ગાડી બનાવના દિવસ પહેલા અમદાવાદ ખાતે દવાખાનાની વર્ધીમા ડ્રાઇવર મહોમદસમીર મહોમદસહેજાદ મુજાવર રહે.મહેદપુર કેસરપુર (એમ.પી.)નાઓ લઇ ગયેલ તેવી હકિકત જણાવતા ડ્રાઇવરને ઝડપી પાડી તેની પુછપરછમા સમગ્ર બનાવનો પર્દાફાશ થયેલ અને એલ.સી.બી.ની ટીમો ધ્વારા એમ.પી.ખાતેથી આ બનાવમા અંજામ આપનાર આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડવામા આવેલ.
આ અકસ્માત મોતની તપાસમા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી લઇ મૃતક હિરેનભાઇ પટેલને બોલેરો પીકઅપ ગાડીથી ટક્કર મારી મોત નિપજાવી મર્ડર કરેલાનું જાહેર થતા આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલોદ વિભાગ ઝાલોદ નાઓએ સરકાર તરફે આરોપીઓ વિરૂધ્ધ ઝાલોદ પો.સ્ટે. ઇ.પી.કો કલમ.૩૦૨,૧૨૦બી મુજબ ગુનો રજીસ્ટર  કરાવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામોઃ-

(૧) મહોમદસમીર મહોમદસહેજાદ મુજાવર રહે.મહેદપુર કેસરપુર (એમ.પી.)

(ર) સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે. શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.)

(૩) ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા રહે.ગોધરા

(૪) અજય હિંમત કલાલ રહે.ઝાલોદ

કબજે કરેલ મુદૃામાલઃ- ગુનામા રેકી કરવામા ઉપયોગમા લીધેલ વાહનો

(૧) બોલેરો ગાડી નં.-  એમ.પી.૦૯ સી.કે. ૪૯૮૧

(૨) ફોર્ડ ફીગો ગાડી નં-જી.જે. ૦૬ એફ.કે. ૪૫૬૮ ,

(૩)  મોબાઇલ ફોનો નંગ-૬

કબુલાત કરેલ ગુનોઃ-

આ ગુનાનો મખ્ય સુત્રધાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાઓએ મૃતક હિરેન પટેલ નાઓનું મર્ડર કરવા માટે અજય હિંમત કલાલ રહે.ઝાલોદ  પાસેથી સોપારી લીધેલ  અને ઇરફાન પાડાએ તેના એમ.પી.,ઉજજૈન જીલ્લાના મહેદપુર ગામના સાગરીતોનો સંપર્ક કરી કાવતરૂ રચી તેઓને  રૂ.૪ લાખ આપવાના નક્કી કરી બનાવના દિવસે વહેલી સવારના એમ.પી. ખાતેથી આવી મૃતક ના ઘરની તેમજ મોર્નીંગ વૅાક ઉપર નિકળતા રોડની બોલેરો ગાડીમા બેસી રેકી કરાવી મૃતકના ફોટાને મોબાઇલમા બતાવી ઓળખ કરાવેલી અને આ ગુનામા બોલેરો ગાડીથી સતત રોડ ઉપર મૃતકની વોચ ગોઠવેલ અને હિરેનભાઇ પટેલ રોડ ઉપર મોનિંગ વૅાકમા નિકળેલ દરમ્યાન ઇરફાન પાડાએ તેઓને દૂરથી બતાવી ઓળખ કરાવેલી ત્યારબાદ બોલેરો ગાડીની પાછળ ઉભી રાખેલ બોલેરો પીકઅપ ગાડીમા બેસી જઇ તેના સાગરીત મારફતે બોલેરો પીકઅપ ગાડીથી મૃતક શ્રીને પાછળથી ટક્કર મારી માથામા ગંભીર ઇજાઓ પહોચાડી આગળ જઇ પીકઅપ ગાડીમાંથી ઉતરી જઇ બોલેરો ગાડીમા બેસી દાહોદ જઇ તેના સાગરીતોને બોલેરો ગાડી લઇ એમ.પી.તરફ નાસી છૂટવા જણાવેલ અને પોતે દાહોદ ખાતે રેલ્વે સ્ટેશનના પાર્કીંગમા મુકી રાખેલ ફોડ ફીગો ગાડીમા  બેસી નાસી છૂટેલાનં જણાઇ આવેલ

આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ

(૧) આ ગુનાનો મુખ્ય આરોપી કાવતરૂ રચનાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાની વિરૂધ્ધમા  કુલ-૧૭ ગુન્હાઓ નોધાયેલ છે. તેમજ  ગોધરા  રેલ્વે હત્યાકાંડ ૨૦૦૨ મા આ આરોપીને આજીવન  કેદની સજા ફટકારવામા આવેલી છે. અને છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર છે.   

       (૨) આરોપી સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે.શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) નાની વિરૂધ્ધમમા ગુજરાત અને મધ્યપ્રદેશમા ગેરકાયદેસર હથીયારના તેમજ મર્ડર તેમજ લૂંટના કુલ- ૦૫ ગુન્હાઓ નોધાયેલ છે. 

           આ આરોપી જેલ સમય દરમ્યાન તેની સાથેના  આરોપી ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલ અને જેલમાંથી છૂટી ગયા બાદ પણ ઇરફાન પાડા સાથે સંપર્ક મા રહી આ કાવતરૂ રચેલ 

       (૩) અજય હિંમત કલાલ રહે.ઝાલોદ નાનો પાસાના ગુનામા જેલમા હતો તે દરમ્યાન ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલ  અને જામીન ઉપર મુકત થયા બાદ ફોનથી સંપર્કમા રહેલ  અને દાહોદ અને ઝાલોદ ખાતે  ઇરફાન પાડા સાથે મુલાકાત કરી કાવતરૂ રચી, સોપારી આપેલ  અને તેની વિરૂધ્ધમા પ્રોહી બિશનના કુલ- ૦૫ થી વધુ  ગુન્હા નોધાયેલ છે. 

આમ,ઝાલોદ નગરપાલીકાના કાઉન્સિલર શ્રી હિરેનભાઇ કનુભાઇ પટેલ નાઓના શંકાસ્પદ અકસ્માતના મોતનો ભેદ ઉકેલી આરોપી ઇરફાન પાડા  તથા અન્ય ત્રણને ઝડપી પાડી સોપારી આપનાર આરોપી અજય કલાલને ઝડપી પાડી,મર્ડરના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને  સફળતા મેળલ છે.  વધુમા અજય કલાલની સાથે કોણ કોણ સંડોવાયેલ  છે તથા  તેની સાથે આ કૃત્ય કરવા કોણ સામેલ હતો તેની ધનિષ્ઠ  અને તટસ્થ તપાસ ચાલુ  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *