રિપબ્લિક ટીવી પર કાર્યવાહી :અર્નબ ગોસ્વામી પર સાંપ્રદાયિક ટિપ્પણી કરવાનો આરોપ.

857 Views

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને મુંબઈના વર્લી ડિવિઝનના એસપીએ ભડકાઉ વાતો કરવાના આરોપમાં નોટિસ મોકલી છે. તેમને 16 ઓક્ટોબરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. અર્નબ પર પાલઘર લિન્ચિંગ કેસ અને લોકડાઉન દરમિયાન બ્રાન્દ્રા સ્ટેશનની બહાર ભેગા થયેલી ભીડનું રિપોર્ટિંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે અર્નબે પાલઘરમાં સાધુઓની હત્યા અને બ્રાન્દ્રામાં જમા થયેલી ભીડને લઈને પોતાના શો ‘પૂછતા હૈ ભારત’માં ધાર્મિક ભાવનાઓ ભડકાવવાની વાતો કહી હતી. બંને કાર્યક્રમો દરમિયાન લોકડાઉન હોવાને કારણે તોફાનો થતાં રહી ગયાં હતાં.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અર્નબ આગળ જતાં કોઈપણ સાંપ્રદાયિક ભાવનાઓને ભડકાવવાનું કામ નહિ કરે. તેઓ 16 ઓક્ટોબરે એસીપી સમક્ષ હાજર થઈને 10 લાખ રૂપિયાનો બોન્ડ ભરે. અર્નબને નોટિસ CRPCના સેક્શન 108(1) (અ) અંતર્ગત મોકલવામાં આવી છે. આ સેક્શન ચેપ્ટર પ્રોસિડિંગ સાથે જોડાયેલું છે. ચેપ્ટર પ્રોસિડિંગમાં એસીપી રેન્કના અધિકારીને મેજિસ્ટ્રેટના અધિકાર આપવામાં આવ્યા છે. રિપબ્લિક ટીવીનું નામ નકલી TRP કેસમાં પણ છે. આ મામલામાં ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ તપાસ કરી રહ્યું છે. ચેનલ સાથે સંકળાયેલા નિરંજન નારાયણ સ્વામી અને અભિષેક કપૂરને સમન્સ મોકલવામાં આવ્યા છે. આ પહેલાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મંગળવારે કો બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ(BARC)ની પરેલસ્થિત ઓફિસે પહોંચી અને એ સમજવાની કોશિશ કરી કે કઈ રીતે TRPને મોનિટર કરવામાં આવે છે. રિપબ્લિક ચેનલ પર થોડા દિવસો પહેલાં હંસા કંપનીનો એક રિપોર્ટ દેખાડવામાં આવ્યો હતો. એ રિપોર્ટની ક્રેડિબિલિટીની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેની તપાસ શરૂ કરી દીધી છે. સમન્સમાં રિપબ્લિક ટીવી પર હંસાના 10 ઓક્ટોબરે દેખાડવામાં આવેલા રિપોર્ટનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે થોડા દિવસો પહેલાં ખારના એક કેસમાં રિપબ્લિક ટીવીના પત્રકાર પ્રદીપ ભંડારીને પણ સમન્સ મોકલ્યું હતું. જોકે આ નોટિસને નકલી TRP કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *