પહેલા નોરતે થશે ચન્દ્ર અને શુક્રનો છે શુભ સંયોગ, જાણો શું પડશે તમારી રાશિને અસર

1,283 Views

17 ઓક્ટોબરના રોજ ચન્દ્રનો પરિબ્રહ્મણનો દિવસ છે જે સિંહ રાશિ સિવાય તમામ રાશિઓને ફાયદાકારક છે. જ્યોતિષકાર દ્વારા આપેલી માહિતી અનુસાર જાણો તમારું રાશિફળ.

મેષ
આ રાશિવાળા માટે બહુ શુભ છે આજે ગ્રહ યોગ દેખાઈ રહ્યો છે.કોઈના માટે વિશેષ પ્રકારની વ્યવસ્થામાં વ્યતીત કરશો. અન્ય પ્રત્યે તમારા વિચારો પણ ફરક જોવા મળશે. બીજા માટે તમારા મનમાં આકર્ષણની ભાવના વધી શકે છે.વ્યસ્ત રહેશો અને એ પણ ખુશી-ખુશી. નવું કામ કરો ત્યારે સાવધાની રાખવી આવશ્યક છે જેના પરથી નફા-નુક્શાનનું ખબર પડે શકે છે. તમારું ભાગ્ય 80 ટકા સાથ આપશે.

વૃષભ
તમારા ગ્રહોની દશા જોઈએ અંદાજો લગાવી શકાય છે.તમારો દિવસ સારો પસાર થશે. પરિવારના સભ્યો તમારો સાથે જરૂર આપશે અને તમારી વાતોને સમજશે. તમને સમાજમાં પણ સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ધન-સંપત્તિમાં લાભ થવાનો યોગ છે. ધંધામાં નવી યોજનાઓ સફળ થવાની શક્યતાઓ છે. 78 ટકા ભાગ્ય તમારો સાથે જરૂર આપશે.

મિથુન
તમારે દોડધામ વધુ કરવી પડી શકે છે. પત્નીના આરોગ્યને લઈને ચિંતિત અને પરિવારના લોકો સાથે કોઈ વાતને લઈને રકઝક થઇ શકે છે. ઓચિંતા મહેમાનો પધારી શકે. તમારું ભાગ્ય 55 ટકા સાથે છે.

કર્ક
તમારી રાશિનો સ્વામી શુભ દશામાં છે. જે તમને ઉત્તમ સંપત્તિની પ્રાપ્તિ અપાવી શકે છે. સંતાનો માટે પણ ખુશખબર મળી તેવી સંભાવના છે. ધંધાના પ્રતિના યોગ છે અને પોતાના લોકોનો પણ સાથ મળી રહે. ઘણા સત્યથી રોકાયેલ કાર્યોને વેગ મળીને સફળ થાય. તમને 90 ટકા ભાગ્ય સાથે આપશે.

સિંહ
આ રાશિવાળા વ્યક્તિઓમાં ભાગ્યમાં વૃદ્ધિ વધવાના યોગ છે. શુક્ર તમારી રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે જેથી ધંધામાં અને દામ્પત્ય જીવનમાં સારા પરિણામ મેળવી શકો છો. વાણીનો સારો ઉપયોગ કરવાથી લોકોના દિલ જીતી શકો છો. મનમાં રહેલ અશાંતિને લીધે જો ધાર્મિક કાર્યો કરશો તો મનને શાંત રાખી શકો છો. 80 ટકા ભાગ્ય તમને સાથ આપશે.

કન્યા
ઘણા લોકો તમારી પાસે મદદની આશા રાખી શકે છે અને તેમની મદદ કરવા માટે તમે હમેશા તૈયાર રહેશો. અન્ય પાસેથી કોઈ સારી વાત જાણવા મળી શકે. તમારો દિવસ આધ્યાત્મિક તરફ વધુ વળતો હશે. નોકરી અને ધંધામાં તમારો દિવસ ખુબ સારો વ્યતીત થશે. તમારા માટે કોઈને પણ ઉધાર પૈસા આપવાના નથી જો આમ કરશો તો હેરાન થશો. ભાગ્ય 87 ટકા સાથ આપશે.

તુલા
તમે સંતોષકારક રીતે દિવસ પસાર કરશો અને તમને અન્યની મદદ જરૂર મળશે. તમારા અટકાયેલા કામો આજ જરૂર પુરા થાય અને લાભ પણ થાય તેવા યોગ છે. 90 ટકા ભાગ્ય તમને સાથ આપે તેમ છે.

વૃશ્ચિક
ચંદ્રનો શુભ યોગ આ રાશિવાળાને પ્રાપ્ત થશે જેના લીધે તે તમામ કાર્ય ઓછી મહેનતમાં પૂર્ણ કરી શકે છે અને જેનાથી ખુશીનો માહોલ રહેશે. તમે વધુ પડતા કામમાં વ્યક્ત રહો અને તમને તેનો લાભ પણ પ્રાપ્ત થશે. તમારું રાશિફ્ળમાં વિશેષ સિદ્ધિ મળશે. તમને તમારું મનગમતું ડિનર મળશે અને ખુશ થશો. 92 ટકા ભાગ્ય સાથ આપશે.

ધન
આપનો દિવસ પોતાની અનેક સમસ્યાઓથી છુટકારો મળે તેમાં પસાર કરો. કોર્ટ-કચેરીના મામલાઓમાં વિજય થાવ. તમારી રાશિમાં ચંદ્રની આકસ્મિત પરિભ્રમણ છે જે તમને ધન પ્રાપ્તિ કરાવી શકે છે. તમારું ભાગ્ય 83 ટકા સાથે રહેશે.

મકર
બીજા લોકોને મદદ કરવાની ભાગદોડમાં પસાર કરશો. કોઈ વાતને લઈને પરિવારના સભ્યો સાથે મનમાં કચવાટ રહે. વેપારીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. રોકાયેલ પેમેન્ટ મળવાની શક્યતાઓ છે. બપોર સુધીમાં તમારા ધંધામાં અટકાયેલા કામો પુરા કરી શકો. 87 ટકા ભાગ્ય સાથ આપશે.

કુંભ
આજે તમારું ભાગ્ય તમારો સાથ જરૂર આપશે અને તેમે વિચારેલ કાર્યો પુરા થશે. તમને આજે ધન અને કીર્તિમાં વૃદ્ધિ અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારા વિઓરધીઓનો અંત થશે તેમજ સારા સમાચાર મળી રહેશે. મનમાં પ્રસન્નતા અને સંતુષ્ટિ નો ભાવ હશે. મનગમતા વ્યક્તિ સાથે તમારી મુલાકત થશે અને આજે તમારું ભાગ્ય 90 ટકા સાથે છે.

મીન
આજે આ રાશિવાળાને ઘરે શુભ આયોજન થવાની શક્યતાઓ છે અને સંતાનના લગ્નનું ગોઠવાઈ શકે છે. વિધાર્થીઓ માટે આજે અડફટના યોગ છે અને માંગલિક કાર્યોમાં ભાગ લઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિને લીધે મુસાફરીના યોગ છે. આજે તમારું 80 ટકા ભાગ્ય સાથે હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *