દાહોદ શહેરમાં 40 વર્ષીય પરણિત મહિલાને બાળજબરીથી ફોર વ્હીલર ગાડીમાં શારીરિક છેડછા કરતા ચકચાર – ત્રણ યુવકો વિરૂદ્ધ પોલિસ ફરિયાદ

2,247 Views

દાહોદ – તા. 13 – દાહોદ શહેરમાં 40 વર્ષીય પરણિત મહિલાને ત્રણ જેટલા ઈસમોએ પોતાની ફોર વ્હીલર ગાડીમાં ડરાવી, ધમકાવી બેસાડી શારિરીક છેડછાડ તેમજ સતામણી કરતાં મહિલાએ દાહોદ શહેર પોલીસે મથકે ત્રણેય યુવકો વિરદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરના ચાકલિયા રોડ સિંગલ ફળિયામાં રહેતો દીલુ ઉર્ફે દિલીપ ભાલચંદભાઈ સાંસી તતા તેની સાથે બીજા બે અજાણ્યા ઈસમો મળી આ ત્રણ જણાએ ગતા તા. 10મી ઓક્ટોબરના રોડ દાહોદ શહેરમાં રહેતી એક 40 વર્ષીય પરણિત મહિલાને દાહોદ પડાવ સર્કલથી ગોધરા રોડ તેમજ પરેલ વિસ્તારમાં પોતાની સફેદ કરની ફોર વ્હીલર ગાડીમાં ધમકી આપી બેસાડી, શારિરીક છેડછાડ કરી હતી અને સતામણી કરી શારિરીક, માનસિક ત્રાસ આપતાં આ બાદ ઉપરોત્ યુવકોન ચુંગલમાંથી છુટી મહિલા દાહોદ શહેર પોલીસ મથકે આવી હતી અને આ ત્રણેય યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *