દાહોદ – લવ જેહાદમાં ફસાઈ યુવતી – ધાકધમકીથી પડાવ્યા 7 લાખ રૂપિયાના દાગીના – પોલિસ ફરિયાદ નોંધાઈ

2,295 Views

દાહોદ – તા. 13 –  દાહોદ શહેરમાં એક લઘુમતિ કોમના યુવકે એક 17 વર્ષીય હિન્દુ સગીરા સાથે મિત્રતા કરી તેની સાથે ફોટા પાડી, શારિરીક છેડછાડ કરી ફોટા સોશિયલ મિડીયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપ્યા બાદ સગીરા પાસેથી સોનાની ચેઈન, વિંટી તેમજ કાનના ઝુમકા મળી કુલ રૂ. 7 લાખની મત્તા ડરાવી-ધમકાવી સગીરા પાસેથી લઈ લેતા આ સમગ્ર બાબતની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેઓ સગીરાને લઈ દાહોદ શહેર પોલીસ મથકે પહોંચી જઈ લઘુમતિ કોમના યુવક વિરૂદ્ધ સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે લઘુમતિ કોમના યુવકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

દાહોદ શહેરમાં કસ્બા મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો ઈકરામ ઈરફાન બજારીયાએ દહોદ શહેરમાં રહેતો એક 17 વર્ષીય સગીરા સાથે એકાદ વર્ષ પહેલા મિત્રતા કરી હતી. એક વર્ષ દરમ્યાન સગીરા સાથે મોબાઈલમા ફોટા પણ પાડ્યા હતા અને આ ફોટા પાડ્યા બાદ આ ઈકરામ દ્વારા સગીરા સાથે શારિકીક છેડછાડ પણ કરતો હતો. આ યુવક આ સમયગાળા દરમ્યાન સગીરા ઉપર નજર રાખી રહ્યો હતો અને તેને ડરાવી ધમકાવી આ ફોટા સોશિયલ મિડીયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ આપતો હતો. સગીરાને ડરાવી, ધમકાવી આ એક વર્ષના સમયગાળા દરમ્યાન સગીરા પાસેથી સોનાની ચેઈન નંગ પાંચ,સોનાની ચારી વિંટી તેમજ એક જોડ સોનાની ઝુમકી આ તમામની કુલ કિંમત રૂ. 7 લાખની મત્તા સસગીરા પાસેથી ડરાવી, ધમકાવી પડાવી લીધી હતી. આ સમગ્ર મામલો સગીરાના ઘર સુધી પહોંચતા સગીરના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને ગત તા. 10 ઓક્ટોબરના રોજ સગીરાને લઈ પરિવારજનો દાહોદ શહેર પોલીસ મથકે પોહંચી ગયા હતા. અને આ સંબંધે સગીરાએ ઈકરામ ઈરફાન બજારીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવક વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ 354-એ, 354 -ડી(1), 384, 506 – (2) તથા પોક્સો એક્ટ કલમ 8,11(4) મુજબ ગુન્હો નોંધી દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *