દેશ પુત્રવધુઓના અધિકાર માટે સુપ્રીમ કોર્ટેનો ઐતિહાસિક નિર્ણય

795 Views

સુપ્રીમ કોર્ટે પુત્રવધૂની તરફેણમાં આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પુત્રવધૂને તેના પતિના માતાપિતાના ઘરે રહેવાનો અધિકાર છે. ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેંચે તરુણ બત્રા મામલામાં બે જજની બેંચના નિર્ણયને રદ કર્યો. મહત્વનું છે કે, તરૂણ બત્રા મામલામાં બે જજોની ખંડપીઠે કહ્યું હતું કે કાયદામાં પુત્રીઓ તેમના પતિના માતાપિતાની સંપત્તિમાં રહી શકતી નથી. હવે ત્રણ સભ્યોની બેંચે તરુણ બત્રાના નિર્ણયને પલટવાર કરી દીધો છે અને 6-7 પ્રશ્નોના જવાબો આપ્યા છે. કોર્ટે કહ્યું કે પુત્રવધૂનો અધિકાર માત્ર પતિની અલગ સંપત્તિમાં જ નહીં, પણ ભાગીદારીનાં મકાનમાં પણ હક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *