ન્યૂઝ ચેનલ્સની સાપ્તાહિક TRP યાદીને 8થી 12 સપ્તાહ માટે અટકાવાશે,

676 Views

ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ(TRP) આગામી 8-10 સપ્તાહ માટે અટકાવાઈ રહી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિર્સચ કાઉન્સિલે(BARC) પ્રસ્તાવ મૂક્યો છે. કાઉન્સિલની ટેકનીકલ કમિટિ TRP જાહેર કરવાની આખી પ્રોસેસનો રિવ્યૂ કરશે અને વેલિડેશન પછી જ ફરી તેને શરૂ કરવામાં આવશે. ગત દિવસોમાં મુંબઈ પોલીસે એ દાવો કર્યો હતો કે રિપબ્લિકન જેવી ઘણી ચેનલો પૈસા આપીને TRP વધારે છે. TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આ કોઈ પણ ટીવી પ્રોગ્રામની લોકપ્રિયતા અને ઓડિયન્સનો નંબર શોધવાની રીત છે. કોઈ શોને કેટલા લોકોએ જોયો, આ TRPથી ખબર પડે છે. જો કોઈ શોની TRP વધારે હશે તો તેનો અર્થ એ છે કે લોકો એ શો અથવા એ ચેનલને વધારે પસંદ કરી રહ્યા છે. એડવર્ટાઈઝર્સને TRPથી ખબર પડે છે કે કયા શોમાં એડવર્ટાઈઝ આપવી ફાયદાકારક રહેશે.

મુંબઈ પોલીસે 8 ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ કરીને ફોલ્સ TRP રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. પોલીસ કમિશનર પરમવીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલ પૈસા આપીને TRP ખરીદતા હતા અને વધારતા હતા. આ મામલમાં ચાર લોકોની ધરપકડ કરી લેવાઈ છે. આ ચેનલ સાથે જોડાયેલા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પોલીસે એવું પણ કહ્યું હતું કે, રિપબ્લિકના પ્રમોટર અને ડાયરેક્ટરના વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. કસ્ટડીમાં લેવાયેલા લોકોએ આ વાત કબૂલ કરી છે કે આ ચેનલ પૈસા આપીને TRP બદલાવતી હતી. તો આ તરફ રિપબ્લિક મીડિયા નેટવર્કે આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *